For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસમાં સીબીઆઈએ FIR દાખલ કરી, કેટલાય ઠેકાણે દરોડા પાડ્યા

ચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસમાં સીબીઆઈએ FIR દાખલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસ મામલામાં ગુરુવારે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆર બાદ તપાસ એજન્સીએ વીડિયોકોન અને ન્યૂપાવરના કેટલાય ઠેકાણે રેડ પાડી છે. મહારાષ્ટ્રમાં કેટલાય ઠેકાણે સીબીઆઈ દરોડા પાડી રહી છે. 2012માં આઈસીઆઈસીઆઈ બેંકને 3250 કરોડ રૂપિયાના લોન મામલામાં સીબીઆઈ તપાસ કરી રહી છે, જેમાં આ એફઆઈઆર દાખલ કરવામાં આવી અને રેડ પાડવામાં આવી છે.

chanda kochar

સીબીઆઈએ મહારાષ્ટ્રમાં વીડિયોકોન અને ન્યૂપાવરની ઑફિસમાં રેડ પાડી છે. જણાવી દઈએ કે ન્યૂપાવર પ્રાઈવેટ લિમિટેડમાં ચંદા કોચરના પતિ દીપક કોચરની પણ ભાગીદારી છે. આ મામલામાં સીબીઆઈએ પાછલા વર્ષે માર્ચમાં વીડિયોકોન પ્રમોટર વેણુગોપાલ ધૂત, દીપક કોચર અને અન્ય વિરુદ્ધ ગયા વર્ષે એક પ્રારંભિક તપાસ શરૂ કરી હતી. જેમાં મળેલા સબુતોના આધાર પર એફઆઈઆર દાખલ થઈ છે.

આ મામલો વીડિયોકોન ગ્રુપને 2012માં આઈસીઆઈસીઆઈ બેંકથી 3250 કરોડ રૂપિયાની લોન આપવા સાથે જોડાયેલ છે. ચંદા કોચર પર આ લોન અપાવવામાં અનિયમિતતા કરી હોવાનો આરોપ લાગ્યો છે. વીડિયોકોનને આપવામાં આવેલ 3250 કરોડની રાશિ કુલ 40 હજાર કરોડ રૂપિયાની લોનનો એક ભાગ હતી, જેને વીડિયોકોન ગ્રુપે એસબીઆઈના નેતૃત્વમાં 20 બેંક પાસેથી લીધી હતી. કોચર પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના પતિ દીપક કોચરની કંપનીને ખોટી રીતે લાભ પહોંચાડ્યો હતો.

વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે તેમણે 2010માં 64 કરોડ રૂપિયા ન્યૂપાવર રીન્યૂએબલ્સ પ્રાઈવેટ લિમિટેડને આપ્યા. કંપનીને ધૂતે દીપક કોચર સાથે મળીને ઉભી કરી હતી. ચંદા કોચરે ગત વર્ષે ઓક્ટોબરમાં આઈસીઆઈસીઆઈ બેંકના સીએમડી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો- ગુજરાતમાં નદી કિનારે બનશે 200 કરોડનું પંચામૃત ભવન, વૃક્ષો બચાવવા જગ્યા બદલી

English summary
CBI registers FIR in Chanda Kochhar Videocon loan case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X