For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં નદી કિનારે બનશે 200 કરોડનું પંચામૃત ભવન, વૃક્ષો બચાવવા જગ્યા બદલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમયના પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે રૂપાણી સરકાર ઝડપથી પ્રયત્નો કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમયના પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે રૂપાણી સરકાર ઝડપથી પ્રયત્નો કરી રહી છે. આ કોશિશ હેઠળ ગાંધીનગરમાં સ્થગિત કરવામાં આવેલ પંચામૃત ભવનના નિર્માણને ફરીથી શરૂ કરવામાં આવશે. વૃક્ષોની સુરક્ષા માટે આના સ્થળને પણ બદલવામાં આવ્યુ છે. આ ભવનના નિર્માણમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનું અનુમાન છે. તમને જણાવી દઈએ કે પંચામૃત ભવન નરેન્દ્ર મોદીનો પ્રોજેક્ટ છે. તેમણે 2010માં આ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. પંચામૃત ભવનનો અર્થ - જન, જળ, ઉર્જા, સંરક્ષણ અને જ્ઞાન જેવા વિષય પર આધારિત છે. જ્યાં મહાત્મા મંદિર સચિવાલયને પ્રેરિત કરે છે તે જ રીતે પુરુષાર્થ સચિવાલયમાં થાય છે અને પરિણામ પંચામૃત ભવનમાં મળશે.

આ કારણે અટક્યો હતો પ્રોજેક્ટ

આ કારણે અટક્યો હતો પ્રોજેક્ટ

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પંચામૃત ભવન બનાવવા માટે જ્યારે કામ શરૂ કરવાની વાત કહી તો ગાંધીનગરના પર્યાવરણીય સંસ્થાઓએ વિરોધ શરૂ કરી દીધો. આની પાછળનું કારણ એ હતુ કે જો ભવન બને તો હજારો વૃક્ષો કાપવા પડત જે આ પર્યાવરણીય સંસ્થાઓને મંજૂર નહોતુ. આ વિરોધને જોતા આનંદીબેન પટેલની સરકારે પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો હતો. હવે પીએમઓની સૂચનાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી આ યોજનાને પૂરી કરવા માટે તૈયાર છે. તેમણે પ્રશાસન તંત્રને પંચામૃત ભવન માટે એક અલગ જગ્યા શોધવાનો આદેશ આપ્યો છે જ્યાં ઓછી સંખ્યામાં વૃક્ષો કાપવા પડે અને ભવનનું નિર્માણ પણ સમયસર પૂરુ થઈ શકે.

104 એકર ભૂમિનું અધિગ્રહણ

104 એકર ભૂમિનું અધિગ્રહણ

આ પંચામૃત ભવન વિધાનસભાની પાછળ સાબરમતી નદીના તટ પર બનાવવાનું સરકારનો પ્લાન છે. નરેન્દ્ર મોદીએ જ્યારે આની ઘોષણા કરી હતી ત્યારે તેની કિંમત 55 કરોડ નક્કી કરવામાં આવી હતી. પછી આનંદીબેન પટેલે ભવન બનાવવાની ઘોષણા કરી ત્યારે કિંમત 103 કરોડ થઈ ગઈ હતી. આનંદીબેન સરકારે પંચામૃત ભવન માટે સાબરમતીના તટ પર 104 એકર ભૂમિનું અધિગ્રહણ પણ કર્યુ હતુ.

20,000થી વધુ વૃક્ષો કપાવાના હતા

20,000થી વધુ વૃક્ષો કપાવાના હતા

પર્યાવરણ સંગઠનોનું કહેવુ છે કે જો નિર્ધારિત જગ્યાએ પંચામૃત ભવન બને તો 20,000 થી વધુ વૃક્ષો કપાવાના હતા. જો કે હવે સરકાર પાસે આ ઈમારત બનાવવાની બે રીતો છે. એકમાં મૂળ સ્થળને થોડુ સ્થળાંતરિત કરવાનું રહેશે કે પછી મોટા વૃક્ષોનું પ્રત્યારોપણ કરવુ પડશે. સરકાર આ બંને વિકલ્પો પર વિચાર કરી રહી છે. પંચામૃત ભવન માટે સરકારી અને ખાનગી વિશેષજ્ઞો દ્વારા વિવિધ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. હવે નવી જગ્યાની પસંદગીની શરૂઆત પણ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની તાજપોશી પર મોદીએ ઈશારા-ઈશારામાં કહી મોટી વાતઆ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની તાજપોશી પર મોદીએ ઈશારા-ઈશારામાં કહી મોટી વાત

English summary
Narendra modi's panchamrita scheme: Gujarat govt new decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X