For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2G કેસ: CBI વકીલ જ નિકળ્યો આરોપીનો ભેદી, વીડિયો ટેપ ઝબ્બે

|
Google Oneindia Gujarati News

2G scam
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: શું સીબીઆઇના વકીલે કેસને નબળો બનાવવા માટે 2જી મામલે એક મુખ્ય આરોપીની મદદ કરી. સીબીઆઇના હાથે એક ઓડિયો ક્લિપ લાગી. તપાસ એજન્સીને શંકા છે કે આમા 2જી મામલાના ફરિયાદી પક્ષ સંભાળી રહેલા સીબીઆઇના વકીલ એ કે સિંહ અને 2જી મામલાના આરોપી અને યૂનિટેક એમ.ડી સંજય ચંદ્રા સામેલ છે. સીબીઆઇના રંજીત સિન્હાએ માન્યુ કે પ્રાથમિકરીતે તપાસ બાદ ઓડિયો ટેપની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે.

2જી મામલામાં આ સૌથી મોટો ખુલાસો છે. એવો આરોપ છે કે સીબીઆઇના વકીલે એક લાખ 76 કરોડ રૂપિયાના ઘોટાળાના આરોપમાં ફસાયેલા એક ઉદ્યોગપતિની મદદ કરી. જોકે સીબીઆઇએ આ મામલાની તપાસ પણ શરુ કરી દીધી છે. સીબીઆઇ પાસે 17 મિનિટની એક ઓડિયો ક્લિપ છે જેમાં તેને સરકારી વકીલ એ કે સિંહ અને યુનિટેકના એમ.ડી સંજય ચંદ્રાની વચ્ચે વાતચીતની શંકા છે.

સીબીઆઇ અનુસાર આ વાતચીત સપ્ટેમ્બર 2012ની છે એટલે કે ફરિયાદી પક્ષના સાક્ષીઓની તપાસ શરૂ થયાના થોડા પહેલા. સીબીઆઇને શંકા છે કે એ.કે સિંહ ફરિયાદી પક્ષની રણનીતિ ચંદ્રા સાથે સોદો કરી રહ્યા હતા. શંકા છે કે આ વાતચીતમાં સિંહ ચંદ્રાને સલાહ આપતા દેખાઇ રહ્યા છે કે કેવી રીતે તે તેમને આ કેસમાંથી નીકળવામાં મદદ કરી શકે છે. સાથે સાથે આરોપ છે કે સિંહ, ચંદ્રાને એ પણ પૂછી રહ્યા છે કે તેમના જેવા સરકારી વકીલની બજારમાં શું કીંમત છે.

સીબીઆઇએ બંનેને બોલાવીને પૂછપરછ પણ કરી છે. સીબીઆઇના હાથમાં આ ક્લિપ આવ્યા બાદ એ.કે સિંહને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે. સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાએ જણાવ્યું કે એજન્સી આ વાતને ગંભીરતાથી લઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ટેલીકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સુપ્રીમો કરૂણાનિધિની બેટી અને રાજ્યસભા સાંસદ કનિમોજીને મહીનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ મામલે 5 ઉદ્યોગપતિઓને પણ મહીનાઓ સુધી જમાનત ન્હોતી મળી. સંજય ચંદ્રા અને સ્વાન ટેલીકોમના માલિક શાહિદ બલવાનો આમા સમાવેશ થાય છે. આ વાતચીતમાં શાહિત બલવાનો પણ ઉલ્લેખ છે. ચંદ્રા અને બલવા પર એ રાજાની સાથે મળીને 2જી ફાળવણીની પ્રક્રિયા પોતાના પક્ષમાં કરવા અને ગેરકાનૂની રીતે પોતાની કંપનીના શેર વેચીને મોટો નફો કમાવવાનો આરોપ છે.

English summary
CBI has removed a public prosecutor from the 2G spectrum case after he was allegedly caught in a taped conversation discussing prosecution strategy with one of the high-profile accused Sanjay Chandra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X