મમતા સરકાર સામે CBIની અરજી પર SC: ‘પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'
સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ કે તમે પુરાવા લઈને અદાલતમાં આવો. જો પોલિસ કમિશ્નર પુરાવાને નષ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે તો અમે તેમની સામે સખત પગલા લઈશુ.
પશ્ચિમ બંગાળ સરકારના વલણ પર સીબીઆઈ આજે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સીબીઆઈની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આ કેસની સુનાવણી માટે કાલે એટલે કે મંગળવારની તારીખ નક્કી કરી. સીબીઆઈએ માંગ કરી હતી કે પશ્ચિમ બંગાળ વિવાદ પર સુનાવણી વહેલામાં વહેલી તકે થાય. સીબીઆઈનો પક્ષ રાખીને આ મામલે સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે અમારી ટીમની ધરપકડ કરવામાં આવી, પોલિસ કમિશ્નરને તત્કાળ સરેન્ડર કરવામાં આવવા જોઈએ.

મમતા સરકાર સામે સુપ્રીમ કોર્ટ પહોંચી સીબીઆઈ
સીબીઆઈની માંગ હતી કે સુપ્રીમ કોર્ટ પોલિસ કમિશ્નરને કેસની તપાસમાં સહયોગ કરવાના નિર્દેશ આપે. સીબીઆઈએ કહ્યુ હતુ કે પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે. જેના પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ કે તમે પુરાવા લઈને અદાલતમાં આવો. જો પોલિસ કમિશ્નર પુરાવાને નષ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે તો અમે તેમની સામે સખત પગલા લઈશુ. સુપ્રીમ કોર્ટનું કહેવુ હતુ કે સીબીઆઈને તથ્યોને રેકોર્ડ પર લાવવાની અનુમતિ છે જેથી તે પોતાના આ દાવાને સાબિત કરી શકે કે બંગાળમાં પોલિસ કમિશ્નર પુરાવાના નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે.

કોર્ટે કહ્યુ - પુરાવા લાવો, અમે કરીશુ સુનાવણી
પશ્ચિમ બંગાળમાં શારદા ચિટ ફંડ ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ પોલિસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી તો હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો. ઘટના સ્થળે પહોંચેલા સીનિયર પોલિસ અધિકારીઓએ સીબીઆઈ અધિકારીઓને ઘરેથી દૂર રહેવા કહ્યુ અને તેમની ધરપકડ પણ કરી. વળી, હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી મોદી સરકાર સામે ધરણા પર બેઠા છે.

કાલે સીબીઆઈ અધિકારીઓની પોલિસે ધરપકડ કરી હતી
સીબીઆઈના મોટા સૂત્રોની માનીએ તો રાજીવ કુમાર જે સમયે શારદા ચિટ ફંડ કેસની તપાસ કરી રહેલ એસઆઈટીના પ્રમુખ હતા તો તે દરમિયાન તેમણે આ કેસ સાથે જોડાયેલા અમુક મહત્વના દસ્તાવેજો પોતાના કબ્જામાં લીધા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઈ રાજીવ કુમારને આ દસ્તાવેજો જમા કરાવવા કહ્યુ હતુ. પરંતુ એસઆઈટીએ જે દસ્તાવેજ સીબીઆઈને સોંપ્યા તેમાં અમુક મહત્વના કાગળ જમા નહોતા કરાવ્યા.












Click it and Unblock the Notifications
