મુલાયમ, અખિલેશ સામે CBI તપાસ ચાલુ રહેશે: SC

mulayam singh yadav
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: સુપ્રિમ કોર્ટે આજે સીબીઆઇને નિર્દેશ જાહેર કર્યો છે કે તે આવક કરતા વધારે સંપતિના મામલામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની સામે તપાસ આગળ ધપાવે. જોકે અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પાસે જે તે વખતે કોઇ પદ નહીં હોવાનું જણાવી સુપ્રિમ કોર્ટે તેમની સામે તપાસ કરવા મનાઇ કરી છે.

મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર અને ન્યાયમૂર્તિ એચ એલ દત્તુએ એક માર્ચ 2007ના પોતાના આદેશમાં સંશોસધન કર્યું અને સીબીઆઇને જણાવ્યું કે તે મુખ્ય અદાલત સમક્ષ અહેવાલ રજૂ કરે, નહીં કે સરકાર સામે. ખંડપીઠે જણાવ્યું કે 'અમે સીબીઆઇને સરકારની સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવા સંબંધી એક માર્ચ 2007ના પોતાના આદેશમાં સંશોધન કરી રહ્યા છે કારણ કે તેમાં રહી ગયેલી ઉણપ દૂર કરી શકાય'

તેમણે જણાવ્યું કે સીબીઆઇ એક સ્વતંત્ર એકમ છે. જેના માટે સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં કોઇ બંધન નથી. ખંડપીઠે જણાવ્યું કે દિલ્હી પોલીસ કાયદામાં પણ એવી જોગવાઇ નથી કે રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવો જોઇએ. તેમણે જણાવ્યું કે આ અંગેનો નિર્ણય તપાસ કરી રહેલી સીબીઆઇએ કરવો જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X