For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ કેન્દ્ર પર ભડક્યાં દીદી, કહ્યું- કોઈ ખુદને બિગ બૉસ ન સમજે

કોઈ ખુદને બિગ બૉસ ન સમજેઃ સીબીઆઈ વિવાદ પર મમતા બેનરજી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને પોલીસ કમિશ્નર વચ્ચે વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવ્યો છે. જે અંતર્ગત પોલીસે સીબીઆઈ અધિકારીઓની ધરપકડ કરી લીધી હતી જે બાદ સુબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પરની સુનાવણી કરતા કોર્ટે કોલકાતા પોલીસ કમિશ્નરને સીબીઆઈ સામે રજૂ થવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે રાજીવ કુમારની પૂછપરછમાં સીબીઆઈનો સહયોગ કરે. બીજી બાજુ કોર્ટના ફેસલા બાદ મમતા બેનરજીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આજે દેશના સંવિધાનને બચાવ્યું છે.

mamata banerjee

પીએમ મોદી પર પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું કે કોઈ ખુદને દેશનો બિગ બૉસ ન સમજે. તેમણે કહ્યું કે નોટિસ વિના સીબીઆઈ પોલીસ કમિશ્નરના ઘરે ગઈ. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સંવિધાનને બચાવ્યું છે, આ દેશની જનતાની જીત છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યના કામકાજમાં હસ્તક્ષેપ કરી રહી છે અને અમને કામ કરવા નથી દઈ રહી. પોલીસ કમિશ્નરે પૂછપરછમાં સામેલ થવાથી ક્યારેય ઈનકાર કર્યો નથી, પરંતુ સીબીઆઈ વિના વોરંટ રાજીવ કુમારના ઘરે પહોંચ્યું નહોતું.

મમતા બેનરજીએ કહ્યું કે રાજીવ કુમારે ક્યારેય પણ પૂછપરછમાં સામેલ થવાથી ઈનકાર કર્યો નથી, તેમણે હંમેશા કહ્યું કે અમે ન્યૂટ્રલ જગ્યાએ મળવા ઈચ્છીએ છીએ, જો તમારે બીજી કોઈ સ્પષ્ટતા જોઈએ તો તમે આવી શકો છો, આપણે બેસીને વાત કરી શકીએ છીએ. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ મામલાની આગલી સુનાવણી 19 ફેબ્રુઆરીએ કરશે. ઉલ્લેખનીય છે કે રવિવારે જ્યારે સીબીઆઈની ટીમ પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી તો પોલીસે સીબીઆઈના અધિકારીઓની ધરપકડ કરી લીધી હતી. જે બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો અને સંવિધાન બચાઓ ધરણા પર બેસી ગયાં.

આ પણ વાંચો- CBI વિરુદ્ધ બંગાળ પોલીસ મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

English summary
CBI vs Police: Mamta Banerjee says Supreme court saved the constitution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X