For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI વિરુદ્ધ બંગાળ પોલીસ મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

CBI વિરુદ્ધ બંગાળ પોલીસ મામલામાં આજે SCમાં સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના પોલીસ કમિશ્નરના ઘ પર જેવી રીતે સીબીઆઈ પૂછપરછ કરવા માટે પહોંચી અને ખુદ સીબીઆઈના અધિકારીઓની પોલીસે અટકાયત કરી ત્યાર બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. બંગાળ પોલીસની આ કાર્યવાહી બાદ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સીબીઆઈની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એવામાં જોવાનું રહેશે કે સુપ્રીમ કોર્ટ આજે પોાની સુનાવણી કોના પક્ષમાં ઠહેરાવે છે.

supreme court

ઉલ્લેખનીય છે કે જેવી રીતે સીબીઆઈએ પોલીસ કમિશ્નર રાજીવ કુમારથી પૂછપરછ કરવા જેવી રીતે તેમના ઘરે પહોંચી અને ઉલટા સીબીઆઈ અધિકારીઓને જ અટકાયતમાં લઈ લેવામાં આવ્યા તેનાથી મોટું રાજકીય સંકટ ઉભું થઈ ગયું છે. જે બાદ સીબીઆઈ સુપ્રીમ કોર્ટ પહોંચી અને રાજીવ કુમાર પર તપાસમાં સહયોગ ન કરવા અને સરકાર પર કામમાં બાધા નાખવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈની આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, જેના પર સૌકોઈની નજર રહેશે.

આ સમગ્ર ડ્રામા એ સમયે શરૂ થયો જ્યારે રવિવારે સાંજે સીબીઆઈની 40 અધિકારીઓની ટીમ કોલકાતા પહોંચી અને પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી. સીબીઆઈ રાજીવ કુમારથી શારદા ચિટ ફંડ મામલામાં પૂછપરછ કરવા પહોંચી હતી. રાજીવ કુમાર મામલાની તપાસ કરી રહેલ એસઆઈટી ટીમના ચીફ હતા, તેમના પર આરોપ છે કે તેમણે મહત્વના દસ્તાવેજોનો નાશ કર્યો, જેની સીબીઆઈ તપાસ કરી રહી છે. જાણકારી મુજબ એસઆઈટીની પાસે પાંચ મોબઈલ ફોન, એક લેપટોપ, એક લાલ રંગની ડાયરી અને એક પેન ડ્રાઈવ મળી આવી હતી. આ તમામ મહત્વના સબૂત શારદા ચિટ ફંડના માલિક સુદીપ્તો સેન પાસેથી મળી આવ્યા હતા.

આ પણ વાંચો- ગડકરીનો રાહુલ પર પલટવાર, 'હિંમત માટે તમારા સર્ટિફિકેટની જરૂર નથી'

English summary
Supreme court to hear the CBI plea against the west bengal police action in Kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X