6 મહિના બાદ જેલમાંથી બહાર આવતા જ સાંસદ સંજય સિંહે હુંકાર ભરી, જાણો શું કહ્યું?
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને જામીન મળ્યા બાદ તે આખરે 6 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવતા જ તેમણે હુંકાર ભરી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ લગભગ છ મહિના પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા છે. સાંસદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

સંજય સિંહ બહાર આવતા જ AAP સમર્થકોની ભીડ તેમના સ્વાગત માટે જેલ પરિસર બહાર એકઠી થઈ હતી. AAP સાંસદનું જેલની બહાર ઢોલ-નગારા, માળા અને ફૂલોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે, તેને કોઈ વાંધો નથી તે પછી સુપ્રીમ કોર્ટે મંગળવારે આ કેસમાં સંજય સિંહને જામીન આપ્યા છે. અધિકારીઓ દ્વારા જામીનના આદેશની પ્રક્રિયા કર્યા બાદ સિંહને દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
સફેદ પાયજામા-કુર્તા અને નેહરુ જેકેટમાં સંજય સિંહે જેલમાંથી બહાર આવતી વખતે કાર બહાર AAP કાર્યકરોને સંબોધિત કર્યા તેમણે કહ્યું કે, ઉજવણી કરવાનો સમય નથી, સંઘર્ષનો સમય છે. અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા છે.
સંજય સિંહે કહ્યું કે મને વિશ્વાસ છે કે જેલના તાળા તોડીને બહાર આવશે. અહેવાલો છે કે, સંજય સિંહ તેમની પત્ની અનીતા સિંહ અને પુત્રી સાથે સૌથી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના ઘરે તેમના ઘરે મળવા જશે.












Click it and Unblock the Notifications
