VVPAT-EVM વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો, જાણો શું કહ્યું કોર્ટે?
લોકસભા ચૂંટણીમાં ઈવીએમ-વીવીપેટ વેરિફિકેશની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સૂનાવણી પુરી થઈ ગઈ છે. કોર્ટે આ મુદ્દે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન વોટ અને વોટર વેરીફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે VVPAT સ્લીપના 100 ટકા ક્રોસ ચેકિંગની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેરળના કાસરગોડમાં મોક પોલિંગ દરમિયાન EVM દ્વારા બીજેપીની તરફેણમાં વોટ રેકોર્ડ થવાના અહેવાલો ખોટા છે.
ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશભરની હાઈકોર્ટમાં સમાન માંગણીઓ સાથેની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તમામ હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે.
ચૂંટણી પંચના વકીલે કહ્યું કે અરજદારોનો આધાર ખોટી માહિતી પર આધારિત છે. ઈવીએમ મુદ્દે કોર્ટમાં પહોંચેલા અરજદારોની અરજી દંડ સાથે ફગાવી દેવી જોઈએ.
ચૂંટણી પંચે કહ્યું કે, EVM એક સ્વતંત્ર મશીન છે. તેને હેક કરી શકાય નહીં કે તેની સાથે છેડછાડ કરી શકાય નહીં. VVPAT ને ફરીથી ડિઝાઇન કરવાની જરૂર નથી.
મેન્યુઅલ કાઉન્ટિંગમાં માનવીય ભૂલની શક્યતા નકારી શકાય તેમ નથી, પરંતુ વર્તમાન સિસ્ટમમાં માનવ સંડોવણી ઓછી કરવામાં આવી છે. જ્યાં ભૂલ હતી ત્યાં મોક રન ડેટા દૂર કરવામાં આવ્યો નથી. આ ધ્યાને રાખવામાં આવ્યુ છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે, દરેક બાબત પર શંકા કરી શકાય નહીં અને અરજદારોએ ઈવીએમના દરેક પાસાઓ વિશે ટીકા કરવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયાની પોતાની ગરિમા હોય છે. આના માટે જે જરૂરી પગલાં લેવાં જોઈતાં હતાં તે લેવામાં આવ્યાં ન હોવાની કોઈને આશંકા હોવી જોઈએ નહીં.
ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે, EVM સિસ્ટમમાં ત્રણ યુનિટ હોય છે, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને ત્રીજું VVPAT. બેલેટ યુનિટ પ્રતીકને દબાવવા માટે છે, કંટ્રોલ યુનિટ ડેટા સ્ટોર કરે છે અને VVPAT ચકાસણી માટે છે.
ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે, કંટ્રોલ યુનિટ VVPAT પ્રિન્ટનો કમાન્ડ આપે છે. તે સાત સેકન્ડ માટે મતદારને દેખાય છે અને પછી તે VVPAT ના સીલબંધ બોક્સમાં પડે છે.
દરેક કંટ્રોલ યુનિટમાં 4 MB મેમરી હોય છે. કમિશનિંગ પ્રક્રિયા મતદાનના 4 દિવસ પહેલા થાય છે અને તમામ ઉમેદવારોની હાજરીમાં પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવે છે અને એન્જિનિયરો પણ હાજર હોય છે.
ચૂંટણી પંચે કહ્યું કે. તેમાં ફેરફાર કરી શકાય નહીં. આ એક ફર્મવેર છે. ફર્મવેર એટલે સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચેનું છે. તે કોઈપણ સંજોગોમાં બદલી શકાતું નથી.
ચૂંટણી પંચે કહ્યું કે, પહેલા રેન્ડમલી EVM પસંદ કર્યા પછી મશીનો વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં જાય છે. તેમને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં તાળાબંધી કરવામાં આવે છે.
કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે શું મતદાતાઓને મતદાન કર્યા પછી VVPAT સ્લિપ આપી શકાય? તેના પર ચૂંટણી પંચે કહ્યું કે, મતદારોને VVPAT સ્લિપ આપવામાં મોટું જોખમ છે. આનાથી મતની ગુપ્તતા સાથે ચેડા થશે અને બૂથની બહાર તેનો દુરુપયોગ થઈ શકે છે. અન્ય લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે અમે કહી શકીયે નહીં.
સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું કે EVM બનાવનારને ખબર નથી કે કયું બટન કયા રાજકીય પક્ષને ફાળવવામાં આવશે અથવા કયું મશીન કયા મતવિસ્તાર અથવા રાજ્યને ફાળવવામાં આવશે.












Click it and Unblock the Notifications
