For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસ: સીબીઆઇએ IBના અધિકારીઓ માટે સુરક્ષા માંગી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan-encounter
નવી દિલ્હી, 1 જૂલાઇ: સીબીઆઇ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ચાર જૂલાઇના રોજ પોતાના પ્રથમ આરોપપત્રમાં આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમારનું નામ સામેલ કરશે નહી. સીબીઆઇએ કેસમાં તપાસ કરી રહેલા અધિકારીઓ માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પાસે વધુ સુરક્ષાની માંગણી કરી છે.

આ પહેલાં ઇશરત જહાં કેસમાં ગુપ્તચર બ્યૂરોના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર વિરૂદ્ધ કાર્યવાહીને લઇને આઇબી તથા સીબીઆઇ વચ્ચે ખેંચતાણને લઇને નવા કેન્દ્રિય ગૃહ સચિવ અનિલ ગૌસ્વામીએ કહ્યું હતું કે તે આ વાતને જોશે કે શું વરિષ્ઠ આઇપીએસ અધિકારી વિરૂદ્ધ ફરિયાદી પક્ષ માટે પૂરતા પુરાવા છે.

તેમને કેન્દ્રિય ગૃહ સચિવનું પદ સંભાળ્યા બાદ સંવાદદાતાઓને કહ્યું હતું કે હું જોઇશ કે શું પુરાવા ઉપલબ્ધ છે. હું દસ્તાવેજ જોઇશ. અનિલ ગૌસ્વામીએ આ પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી કે શું સીબીઆઇ પાસે બનાવટી એન્કાઉન્ટરને અંજામ આપવાનું કાવતરું ઘડનાર સંદિગ્ધ ભૂમિકા માટે રાજેન્દ્ર કુમાર માટે ફરિયાદી પક્ષ લાયક પુરતા પુરાવા છે. ગુજરાતમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા બનાવટી એન્કાઉન્ટરમાં ઇશરત જહાં અને ત્રણ અન્ય લોકો મૃત્યું પામ્યાં હતા.

ગત અઠવાડિયે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સીબીઆઇએ આઇબીના વિશેષ નિર્દેશક વિરૂદ્ધ પુરાવાને મંત્રાલય સાથે શેર કરી હતી. આ બાદ મંત્રાલયે સીબીઆઇએ કહ્યું હતું કે તેમાં એ નથી બતાવવામાં આવ્યું નથી કે રાજેન્દ્ર કુમાર કાવતરામાં ભાગીદાર હતા. ગૃહ મંત્રાલય હજુ સુધી એ વાત પર અડગ છે કે રાજેન્દ્ર કુમાર વિરૂદ્ધ એટલા પુરતા પુરવા નથી કે સીબીઆઇએ બનાવટી એન્કાઉન્ટર કેસમાં રાજેન્દ્ર કુમાર વિરૂદ્ધ ફરિયાદીની મંજૂરી આપી શકાય.

English summary
The Central Bureau of Investigation has asked the Centre and the Maharashtra government to provide more security to officer investigating the Ishrat Jahan shootout case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X