Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ ભાગી શકે છે, સંતાઈ શકે છે પરંતુ સત્ય સામે આવશે: રાહુલ ગાંધી

દેશની સૌથી મોટી જાંચ એજેન્સી સીબીઆઈ (કેન્દ્રીય જાંચ બ્યુરો) માં બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલી જંગ હવે રાજનૈતિક રંગ લઇ ચૂક્યું છે.

દેશની સૌથી મોટી જાંચ એજેન્સી સીબીઆઈ (કેન્દ્રીય જાંચ બ્યુરો) માં બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થયેલી જંગ હવે રાજનૈતિક રંગ લઇ ચૂક્યું છે. ઘૂસણખોરી મામલે સીબીઆઈ નિર્દેશક આલોક વર્મા અને તેમના ડેપ્યુટી વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે ઉઠી રહેલા વિવાદ પછી બંનેને રજા પર મોકલવાના મામલે કોંગ્રેસ સહીત બીજી વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સરકારની આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આજે સીબીઆઈ હેડક્વાટર સહીત દેશભરમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની લાઈવ અપડેટ અહીં વાંચો....

rahul gandhi

Oct 26, 2018, 3:30 pm IST

પીએમ ભાગી શકે છે, તેઓ સંતાઈ શકે છે પરંતુ અંગે સત્ય સામે આવશે સીબીઆઈ ડાયરેક્ટરોને હટાવવાથી તેમને કઈ નહીં મળે: રાહુલ ગાંધી
Oct 26, 2018, 3:28 pm IST

પ્રધાનમંત્રીએ સીબીઆઈ ડાયરેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તેમને નિયમો વિરુદ્ધ જઈને કામ કર્યું છે: રાહુલ ગાંધી
Oct 26, 2018, 2:43 pm IST

સીબીઆઈ હેડક્વાટર બહાર વિરોધ પ્રદર્શન પછી કોંગ્રેસ નેતાઓ સાથે સાથે રાહુલ ગાંધીએ પણ ધરપકડ આપી
Oct 26, 2018, 2:14 pm IST

આલોક વર્માને હટાવવા વિરુદ્ધ સીબીઆઈ કાર્યાલય બહાર કોંગ્રેસના ધરના પુરા, રાહુલ ગાંધી સાંકેતિક ગિરફ્તારી આપી શકે છે.
Oct 26, 2018, 2:13 pm IST

સીબીઆઈ નિદેશક આલોક વર્માને હટાવવા વિરુદ્ધ હૈદરાબાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, મોદી સરકાર સામે નારેબાજી
Oct 26, 2018, 12:54 pm IST

સીબીઆઈ નિદેશક આલોક વર્મા પર કાર્યવાહી વિરુદ્ધ ચંડીગઢમાં કોંગ્રેસનું વિરુદ્ધ પ્રદર્શન ઉગ્ર બન્યું, પોલીસે કાર્યકર્તાઓ પર પાણીનો મારો ચલાવ્યો.
Oct 26, 2018, 12:47 pm IST

સીબીઆઈ ચીફ આલોક વર્મા પર સરકારની કાર્યવાહી વિરુદ્ધ દિલ્હીના દયાલ સિંહ કોલેજથી સીબીઆઈ હેડક્વાટર સુધી કોંગ્રેસની વિરોધ માર્ચ, રાહુલ ગાંધી તેનું નેતૃત્વ કરી રહ્યા છે.
Oct 26, 2018, 12:44 pm IST

દિલ્હીમાં દયાલ સિંહ કોલેજથી સીબીઆઈ હેડક્વાટર સુધી કોંગ્રેસની માર્ચ, કોંગ્રેસ નેતા આનંદ શર્મા, સીપીઆઇ નેતા ડી રાજા અને શરદ યાદવ પણ માર્ચમાં શામિલ થયા
Oct 26, 2018, 12:40 pm IST

યુપીની રાજધાની લખનવમાં સીબીઆઈ ઓફિસ બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ નેતા રાજ બબ્બર પણ હાજર.
Oct 26, 2018, 12:35 pm IST

સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવા વિરુદ્ધ બિહારની રાજધાની પટનામાં સીબીઆઈ ઓફિસ બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન.
Oct 26, 2018, 12:34 pm IST

કર્ણાટક: બેંગ્લોરમાં સીબીઆઈ ઓફિસ બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન. મોદી સરકાર સામે કોંગ્રેસ કાર્યકર્તાઓની નારેબાજી
Oct 26, 2018, 12:32 pm IST

રાફેલ ખેલથી મોદી અને શાહની જોડી ગભરાઈ ચુકી છે. એટલા માટે રાતોરાત સીબીઆઈ તોડવામાં આવી. લોકતંત્ર મોદીને હરાવશે: જયવીર શેરગિલ, કોંગ્રેસ પ્રવક્તા
Oct 26, 2018, 12:30 pm IST

સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવા વિરુદ્ધ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સીબીઆઈ હેડક્વાટર બહાર બેરીકેટ લગાવવામાં આવ્યા, સુરક્ષા પણ વધારી દેવામાં આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X