CBSE Results 2019: સ્મૃતિ ઈરાનીની દીકરીએ મેળવ્યા આટલા ગુણ, માએ શેર કરી ખુશી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરીએ પણ 10માંની પરીક્ષા આપી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતે ટ્વીટ કરીને દીકરીના પાસ થવાની ખુશખબરી આપી છે.

CBSE 10th 2019ની પરીક્ષાના પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યા. બધા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ (CBSE Board Result 2019) બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકે છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ ઉપરાંત ગૂગલ દ્વારા અને SMS Organizer પર પણ જોઈ શકે છે. સીબીએસઈ 10માંની પરીક્ષામાં કેરળની ભાવના એન શિવદાસે 499/500 ગુણ સાથે ટૉપ કર્યુ છે. વળી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરીએ પણ 10માંની પરીક્ષા આપી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતે ટ્વીટ કરીને દીકરીના પાસ થવાની ખુશખબરી આપી છે.

સ્મૃતિ ઈરાનીની દીકરીએ મેળવ્યા 82 ટકા

સ્મૃતિ ઈરાનીની દીકરીએ મેળવ્યા 82 ટકા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યુ. ‘10માં ધોરણના પરિણામ ઘોષિત થઈ ચૂક્યા છે. મારી દીકરીએ 82 ટકા ગુણ મેળવ્યા છે. મને ગર્વ છે કે પડકારો છતા તેણે સારુ કર્યુ છે.' તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીના દીકરા જોહરે 12માં ધોરણમાં શાનદાર સફળતા મેળવી હતી.

12માં ધોરણમાં પાસ થયો હતો પુત્ર

સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યુ હતુ કે, ‘એ જણાવતા મને ખૂબ ખુશી થઈ રહી છે. મને મારા દીકરા પર ગર્વ છે. તે એટલા માટે નહિ તે તેણે વિશ્વ કેમ્પો ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો પરંતુ એટલા માટે કે તેણે 12મીં પરીક્ષામાં પણ સારુ પ્રદર્શન કર્યુ છે. જોહરે મુખ્ય ચાર વિષયોમાં 91 ટકા ગુણ મેળવ્યા છે. એ કહેતુ ખૂબ ખુશી થઈ રહી છે કે તેણે ઈકોનોમિક્સમાં 94 ટકા ગુણ મેળવ્યા છે. માફ કરજો પણ આજે હું માત્ર એક મા છુ.'

સીએમ કેજરીવાલના પુત્ર પુલકિતે મેળવ્યા હતા 96.4 ગુણ

સીએમ કેજરીવાલના પુત્ર પુલકિતે મેળવ્યા હતા 96.4 ગુણ

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના પુત્રએ પણ સીબીએસઈ 12માંની પરીક્ષામાં 96.4 ગુણ મેળવ્યા હતા. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે, ‘ભગવાનની કૃપા અને શુભચિંતકોના આશીર્વાદથી દીકરાએ સીબીએસઈ 12માં ધોરણમાં 96.4 ટકા ગુણ મેળવ્યા છે. બધાનો આભાર!' પુલકિત કેજરીવાલ દિલ્લી પબ્લિક સ્કૂલ નોઈડા સેક્ટર-30નો સ્ટુડન્ટ છે. પુલકિતે 10માંની પરીક્ષામાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પુલકિતે 2017માં 10માં ધોરણમાં 10સીજીપીએ મેળવ્યા હતા. તેને અંગ્રેજી, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ અને હિંદીમાં 10માંથી 10 સીજીપીએ મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X