શું આજે જાહેર નહીં થાય ધો.12 CBSE ના પરિણામો?

Written By:
Subscribe to Oneindia News

તાજેતરના સમાચારો અનુસાર કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ) ધોરણ 12ની પરીક્ષાના પરિણામો આજે એટલે કે 24 મે ને બુધવારના રોજ જાહેર કરવામાં નહીં આવે. દિલ્હી હાઇ કોર્ટે ગ્રેસર્સ માર્ક્સ અંગે આપેલ આદેશ બાદ હવે આજે બોર્ડ તરફથી પરિણામો જાહેર કરવામાં આવશે કે કેમ એ અંગે સાવલો ઊભા થઇ રહ્યાં છે. બોર્ડ તરફથી આ અંગે કોઇ અધિકૃત ઘોષણા કરવામાં નથી આવી. સૂત્રો અનુસાર આ સીબીએસઇ ધોરણ 12ના પરિણામો આવતા અઠવાડિયે જાહેર થશે.

exam students

ઉલ્લેખનીય છે કે, મંગળવારે દિલ્હી હાઇ કોર્ટે સીબીએસઇ ને સૂચના આપી હતી કે, તેઓ મૉડરેશન પોલિસી સમાપ્ત કરવાનો પોતાનો નિર્ણય આ વર્ષે લાગુ નહીં કરી શકે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ તથા ન્યાયમૂર્તિ પ્રતિભા એમ. સિંહની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું કે, કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઇ)એ વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ મૉડરેશન પોલિસી સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો, જે તેઓ હાલ લાગુ નહીં કરી શકે.

કોર્ટનો આદેશ

કોર્ટે કહ્યું કે, સીબીએસઇ પોતાની એ ઘોષિત નીતિઓ પર અમલ કરવાનું ચાલુ રાખશે, જે બાળકોની પરીક્ષા સમયે અમલમાં હતી. સીબીએસઇ ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી હાઇ કોર્ટના આ નિર્ણયને કારણે જ ધોરણ 12ના પરિણામો લંબાયા છે, કારણ કે, બોર્ડ દ્વારા અગાઉ નક્કી કર્યા મુજબ મૉડરેશન પોલિસી વિના જ માર્ક્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. હવે ફરી એકવાર માર્ક્સની ગણતરી માટે સીબીએસઇ ને સમય જોઇએ તે સ્વાભાવિક છે.

શું છે મૉડરેશન પોલિસી?

ઉલ્લેખનીય છે કે, માર્ક્સનું મૉડરેશન મૂલ્યાંકન પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે કરવામાં આવે છે. જુદા-જુદા પરીક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ક્સને ભેગા કરી એક પ્રમાણભૂત એકમમાં માર્ક્સ આપવામાં આવે છે. મૉડરેશન પોલિસી હેઠળ વિદ્યાર્થીઓને ખાસ પ્રશ્નપત્રોમાં અઘરા સવાલોના જવાબ માટે 15 ટકા અતિરિક્ત માર્ક્સ આપવામાં આવતા હતા.

અહીં જોઇ શકાશે પરિણામો

સીબીએસઇ ની અધિકૃત વેબસાઇટ cbse.nic.in પર પરિણામો જોઇ શકાય છે.

  • તમારું પરિણામ જોવા માટે ઉપરોક્ત પૈકી કોઇ પણ એક વેબ સાઇટ પર જાઓ.
  • પરિણામની ઓફિશિયલ લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર દાખલ કરો.
  • સબમિટ પર ક્લિક કરો.
  • પરિણામ તમારી કમ્પ્યુટર સ્ક્રિન પર દેખાશે, જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.
English summary
CBSE class 12 results 2017 may be declared only next week due to moderation policy.
Please Wait while comments are loading...