CBSE ના 10માં ધોરણના છાત્રોને મેથ્સના પેપરમાં મળશે બે વિકલ્પ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ના દસમાંના છાત્રોને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ના દસમાંના છાત્રોને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે. સીબીએસઈ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. દસમાંના છાત્રોને ગણિત વિષયના બે સ્તરોમાંથી એક પસંદ કરવાનો મોકો મળશે. નોટિફિકેશન મુજબ પહેલા દસમાનું ગણિતનું લેવલ વર્તમાન લેવલ જ હશે પરંતુ બીજુ લેવલ આનાથી સરળ રાખવામાં આવશે.

cbse

વર્ષ 2019-20ના સત્રથી દસમાંના છાત્રોને આ સુવિધા મળશે. ગણિતના વર્તમાન લેવલને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ લેવલનું નામ આપવામાં આવ્યુ છે જ્યારે સરળ લેવલને મેથેમેટિક્સ બેઝિકના નામથી ઓળખવામાં આવશે. સીબીએસઈ છાત્ર આ બંને લેવલમાંથી એકને પસંદ કરી શકે છે. આ પસંદગી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવી શકે છે. છાત્રોમાં ગણિત વિષયની પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગણિતનું બેઝિક લેવલનું પેપર સરળ હશે. તે ખાસ કરીને એ છાત્રોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યુ છે જે આગળ ગણિતનો અભ્યાસ કરવા નથી ઈચ્છતા અને વિષયને થોડો સરળ ઈચ્છે છે. જો છાત્રને આગળ કોમર્સ કે વિજ્ઞાન વિષયમાં ગણિત સાથે અભ્યાસ કરવો છે તો તેણે મેથ્સના સ્ટાડન્ડર્ડ લેવલની એક્ઝામ પાસ કરવી પડશે. છાત્રને દસમા પછચી ગણિતનો અભ્યાસ જેમ કે કોમર્સ, સાયન્સ વગેરે વિષયો સાથે નથી કરવો અને આર્ટ્સ તરફ જવુ છે તો તે બેઝિક લેવલ લઈ શકે છે. ગણિતના બંને સિલેબસ માટે ક્લાસરૂમ અને અભ્યાસની રીત એક જ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X