CBSE કાલથી શરૂ કરશે 10મા અને 12માની મૂલ્યાંકન પ્રક્રિયા, MHAએ જારી કરી ગાઈડલાઈન
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) રવિવારથી ઉત્તરવહીની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યુ છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ) રવિવારથી ઉત્તરવહીની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યુ છે. ગૃહ મંત્રાલયે આ અંગે માનવ સંશાધન વિકાસ મંત્રાયલના પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીચર્સ ઘરેથી જ ઉત્તરવહીઓ ચકાસશે. આ અંગે બોર્ડે દિશા-નિર્દેશ જારી કરી દીધા છે. તેમની 1.5 કરોડથી પણ વધુ ઉત્તરવહીઓ તપાસવાની છે.

સીબીએસઈ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરવહીઓે 3000 સ્કૂલોના યોગ્ય શિક્ષકોના ઘરે પહોંચાડવામાં આવશે. આ આખી પ્રક્રિયામાં 50 દિવસનો સમય લાગી શકે છે. લગભગ 10માના 18 લાખ છાત્ર અને છાત્રાઓ તેમજ 12માના 12 લાખ છાત્ર અને છાત્રાઓ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. સીબીએસઈ સતત આંસર શીટની ચકાસણી શરૂ કરવા માટે કહી રહ્યુ હતુ પરંતુ લૉકડાઉનના કારણે આ પ્રક્રિયા ઘણા સમયથી અટકેલી હતી. બોર્ડે મૂલ્યાંકન પ્રક્રિયા અંગે બધા નોડલ અધિકારીઓ, કેન્દ્રીય પર્યવેક્ષકો, પ્રમુખ પરીક્ષકોને એક પરિપત્ર જારી કર્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે મૂલ્યાંકન પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે. કેન્ટોનમેન્ટ એરિયાને છોડીને બાકી બધા ક્ષેત્રોમાં ઉત્તરવહી ચકાસવામાં આવી શક છે. બોર્ડે એ પણ કહ્યુ છે કે મૂુલ્યાંકન પ્રક્રિયા દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે સાવચેતી રાખવામાં આવે. સંક્રમણથી બચવા માટે આ અંગેનુ ખાસ ધ્યાન રાખવામાં આવે.
બોર્ડે આ નિર્દેશોમાં એ પણ કહ્યુ છે કે નોડલ અધિકારી આંસર શીટ માટે જવાબદાર હશે. દરેક નોડલ અધિકાર પર 200 આંસર શીટની જવાબદારી હશે. તે શિક્ષકોના ઘરેથી ઉત્તરવહીઓની બેગ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરશે. ઉત્તરવહી ભરેલી બેગને બોર્ડ સુધુ પહોંચાડવા માટે તેમને આધાર કાર્ડ, પેન કાર્ડ અને સ્કૂલ આઈડી કાર્ડનો ફોટો પણ લેવાનો રહેશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે 173 વિષયોમાં 1.5 કરોડ ઉત્તરવહીઓનુ મૂલ્યાંકન જલ્દી કરવામાં આવશે. 3000 સ્કૂલોમાંથી આ ઉત્તરવહીઓ મૂુલ્યાંકનકર્તાઓ પાસે જશે અને કાલથી મૂલ્યાંકન શરૂ થઈ જશે.












Click it and Unblock the Notifications
