Video: નશામાં ચૂર મોડલે પોલીસ સામે ઉતારી નાખ્યાં બધાં કપડાં
Video: નશામાં ચૂર મોડલે પોલીસ સામે ઉતારી નાખ્યાં બધાં કપડાં
મુંબઈઃ માયાનગરી મુંબઈની એક હાઈ ફાઈ સોસાયટીમાં નશામાં ચકચૂર મોડલે એ હદે હંગામો મચાવ્યો હતો સોસાયટીમાં રહેતા લોકોએ પોલીસ બોલાવવી પડી હતી. મોડલ અને કંટેન્ટ રાઈટર તરીકે કામ કતી છોકરીએ નશામાં ચૂર થઈ હંગામો મચાવ્યો અને કોઈ એની વાત ન માનતાં તેણે ગુસ્સામાં પોતાના કપડાં જ કાઢી નાખ્યાં. એટલું જ નહિ, બીજે દિવસે તેણે સોશિયલ મીડિયા દ્વારા પોલીસ પર #MeToo કેમ્પેઈન અંતર્ગત આરોપ લગાવ્યા. આ સમગ્ર મામલાનો વીડિયો બનાવીને કોઈ શખ્સે વાયરલ કરી દીધો છે.

નશામાં ધૂત છોકરીએ હંગામો મચાવ્યો
મુંબઈના લોખંડવાલાના ઓશિવારામાં આવેલ એક હાઈફાઈ સોસાયટીમાં રહેતી મોડલે ભારે હંગામો મચાવ્યો. મૂળરૂપે દેહરાદૂનની રહેતી છોકરીએ અડધી રાત્રે નશામાં ચૂર થઈને હંગામો મચાવ્યો હતો. ઘટનાને પગલે સોસાયટીના રહીસોએ પોલીસને બોલાવી હતી, પરંતુ આ મોડેલ ત્યાં સુધી ન રૂકી અને સૌની સામે જ પોતાનાં કપડાં કાઢવા લાગી.

સિક્યોરિટી ગાર્ડ સિગરેટ ન લાવ્યો તો હંગામો મચાવ્યો
મિડ ડેના રિપોર્ટ મુજબ ઘટના 25 ઓક્ટોબરની છે. તે પોતાના ફ્લેટમાં બેસીને દારૂ પૂ રહી હતી. નશામાં ધૂત છોકરીએ સોસાયટીના વૉચમેનને ફોન કર્યો અને તેને સિગરેટ લાવવા કહ્યું. વૉચમેને સિગરેટ લાવવાની ના પાડી દીધી તો તે ભડકી ઉઠી અને તેને ગાળો ભાંડવા લાગી.

હાઈ ક્લાસ સોસાયટીમાં ડ્રામા
છોકરી નશામાં એટલી ચૂર થઈ ગઈ હતી કે તે વૉચમેન સાથે મારપીટ પર ઉતરી આવી હતી. સ્થિતિ બગડતાં વૉચમેને પોલીસને બોલાવી લીધી, દરમિયાન સોસાયટીના લોકો પણ એકઠા થઈ ગયા હતા, પરંતુ છોકરી માની નહિ અને ગાળો ભાંડવા લાગી. પોલીસે છોકરીને શાંત કરાવવાની કોશિશ કરી તો તે ઉલટાની ભડકી ગઈ હતી.

પોલીસની સામે ઉતારી નાખ્યાં કપડાં
હંગામાનો જોતાં પોલીસે છોકરીને પોલીસ સ્ટેશને જવા કહ્યું તો તે ભડકી ગઈ અને સૌની સામે પોતાનાં બધાં જ કપડાં ઉતારી નાખ્યા અને વૉચમેન સામે મારપીટ કરવા લાગી. બાદમાં કેમક કરીને પોલીસે છોકરીની ધરપકડ કરી લીધી. બીજી બાજુ છોકરીએ પોલીસ વિરુદ્ધ ટ્વિટર પર #MeToo પર યૌન શોષણનો આરોપ લગાવી દીધો.
ટ્વીટ કર્યું
છોકરીએ પોલીસ પર આરોપ લગાવ્યો કે મહિલા કોન્સ્ટેબલ વિના તેની ધરપકડ કઈ રીતે થઈ? તેણે સવાલ કર્યો કે 7 વાગ્યા પછી મહિલાની ધરપકડ ન થઈ શકે, પછી સવારમાં ત્રણ વાગ્યામાં કોઈપણ મહિલા કોન્સ્ટેબલ વિના તેની ધરપકડ કઈ રીતે કરવામાં આવી?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
