Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CCTV Video : આવી રીતે મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયુ, સીસીટીવી વીડિયો સામે આવ્યા

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટ પર એક ચાર્ટર પ્લેન ક્રેશ થયુ છે. આ વિમાન લેન્ડિંગ વખતે વરસાદને કારણે રન વે પરથી લપસી જતા અકસ્માતનો ભોગ બન્યુ હતુ. હવે આ અકસ્માતના લાઈવ સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

મુંબઈ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનના લેન્ડિંગ દરમિયાન સર્જાયેલા આ અકસ્માતમાં પ્લેન રનવે પરથી લપસી જતાં પ્લેનના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને પ્લેનના દુર્ઘટના પાછળના કારણનો અંદાજ લગાવી શકાય છે.

CCTV Video

આઠ લોકો સાથેનું લીઅરજેટ 45 એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદને કારણે સફળતાપુર્વક ઉતરી શક્યુ નહીં અને લપસીને અકસ્માતનો ભોગ બન્યુ. દુર્ઘટનાગ્રસ્ત ખાનગી વિમાન VSR વેન્ચર્સનું હતું અને તે વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યું હતુ. આ ઘટના અંગે ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈને ઈજા થઈ નથી.

મુંબઈ એરપોર્ટના રનવે 27 પર બનેલી આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રાઈવેટ જેટ લેન્ડિંગ દરમિયાન રનવે પર અકસ્માતનો ભોગ બને છે.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે પ્લેન રનવે પરથી સરકી ગયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાઈવેટ જેટને નુકસાન થયા બાદ રનવેને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન રિકોલના બીજા તબક્કા અંગે સર્વિસ બુલેટિન બહાર પાડશે. 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં મોટાભાગના એન્જિનો દૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X