For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકના બદલામાં BSFએ ઠાર માર્યા 4, પાક.એ લહેરાવ્યો સફેદ ઝંડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: જમ્મુના સાંબા જિલ્લામાં આજે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેંજર્સ દ્વારા કરવામાં આવેલી ગોળીબારીનો બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો છે. પીટીઆઇ અનુસાર બીએસએફની જવાબી કાર્યવાહીમાં 4 પાકિસ્તાની રેંજર્સના મોત થઇ ગયા છે. આની પહેલા આજે પાક રેંજર્સની ગોળીબારીમાં સરહદ સુરક્ષા બળના એક જવાન શહીદ થઇ ગયા.

પાકિસ્તાને હંમેશાની જેમ પહેલા ગોળીબારી શરૂ કરી. પરંતુ બીએસએફે એવો જવાબ આપ્યો કે પાકિસ્તાન રેંજર હાય તોબા કરવા લાગ્યા. બીએસએફની કાર્યવાહી જોઇ પાકિસ્તાની રેંજર્સને સફેદ ઝંડો લહેરવવાની ફરજ પડી.

bsf
પોલીસને એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જમ્મુમાં પાકિસ્તાન રેંજર્સે જમ્મુ વિસ્તારના સાંબા જિલ્લામાં બીએસએફની રીગલ સીમા ચૌકી પર અકારણ ગોળીબારી કરી. પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો. બીએસએફે તેનો જડબાતોડ જવાબ આપ્યો.

નોંધનીય છે કે રક્ષા મંત્રી મનોહર પર્રિકરે સેનાને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની ઘટનાઓથી વિચલિત થયા વિના બેગણી શક્તિથી જવાબ આપવા જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબારમાં ગઇકાલે એક જવાનના ઘાયલ થયાના સમાચાર બાદ રક્ષામંત્રીએ પાકિસ્તાન માટે કડક ચેતાવણી આપી હતી.

English summary
Ceasefire violation in Samba, 1 BSF jawan dead, 4 Pak troopers killed in retaliation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X