ઉરી આતંકવાદી હુમલાનો બદલો, LOC પર માર્યા 10 આતંકવાદી

રવિવારે આતંકવાદી હુમલા બાદ મંગળવારે પાકિસ્તાન તરફથી ઉરીમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. મંગળવારે ઉરી સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેના જવાબમાં ભારતે પણ વળતુ ફાયરિંગ કર્યુ છે. આ જવાબી ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

Ceasefire violation in uri Jammu by pakistan indian army responds well to pak

પ્રારંભિક અહેવાલ મુજબ ઉરીમાં ભારતીય ચોકીઓ પર પાક તરફથી નાના હથિયારો વડે 20 રાઉન્ડ ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુલ 15 આતંકવાદી આ વિસ્તારમાં હાજર છે અને અત્યાર સુધીમાં 10 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. પાકે ઉરીના લચ્છીપુરામાં ફાયરિંગ કર્યુ છે. જેના વળતો જવાબ ભારતે દારૂગોળાથી આપી દીધો હતો.

તમને જણાવી દઇએ કે રવિવારે ઉરીના આર્મી બેઝ પર થયેલા હુમલામાં 18 જવાન શહીદ થઇ ગયા છે. સૂત્રો અનુસાર પાકિસ્તાન તરફથી ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું. અને આ દ્વારા ફરીથી આતંકવાદીને ભારતીય સીમામાં ધૂસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુદ્ધવિરામનું ઉલ્લંઘન રવિવારે જ્યાં આતંકવાદી હુમલો થયો હતો તે જ સેક્ટરમાં કરવામાં આવ્યું છે. ત્યારે ભારતે પણ હાલ પાકિસ્તાનને આ અંગે મુંહતોડ જવાબ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X