• search

2જી ઓક્ટોબરથી ઉજવવામાં આવી રહ્યો છે દાન ઉત્સવ, જાણો મહત્વ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  2 ઓક્ટોબર 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ છે, તેમણે પણ સમાજને કંઈક આપીને ઋણ ચૂકવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે દાન ઉત્સવ માટે આનાથી સારો એકેય દિવસ ન હોય શકે. 2જી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી દેશભરમાં દાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યાં લોકો જરૂરિયાતમંદોને કપડાં, ખોરાક, દવા, મદદ સહિતની જરૂરી વસ્તુઓનું દાન કરીને અન્યોના ચહેરા પર પણ સ્માઈલ લાવતા હોય છે.

  daan utsav

  આપણી મોડર્ન લાઈફ ભાગદોડ અને પડકારજનક હોય છે, પરંતુ આપણે કેટલીય વખત પ્રોત્સાહિત સ્ટોરીઓ પણ વાંચી હતી જેમાં લોકો પોતાના રોજિંદા જીવનમાં અન્યો માટે પણ કંઈક કરતા હોય. દાન ઉત્સવ અન્યો માટે કંઈક કરવાનો ઉત્સવ છે. કોઈપણ રીતે અન્યોને મદદ કરી તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને તમે જો મેહસૂસ કર્યું હશે તો અન્યોને મદદ કર્યા બાદ મળેલી ખુશી બીજા કેવાયમાં નથી હોતી. દાન ઉત્સવ કોઈ એનજીઓ દ્વારા કે નથી યોજાતી કે જેમાં લોકો થોડા કિમી દોડીને યોગદાન આપી દે તો ચાલી જાય. ભારતના હજારો સ્વયં સેવકો દ્વારા દાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

  છેલ્લા 10 વર્ષથી દાન ઉત્સવ દ્વારા દેશભરના લાખો યુવાનોને પ્રોત્સાહિત કરી શકાયા છે. એક સામાન્ય આઈડિયામાંથી શરૂ થયેલ દાન ઉત્સવમાં આજે સ્કૂલ-કોલેજ અને કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશનો પણ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે તમે પણ તમારા પરિવાર, મિત્રો સાથે મળીને જોય ઑફ શેરિંગનો આનંદ ઉઠાવી શકો છો. કોઈને બૂક ગિફ્ટ આપીને, રમકડાં કે અન્ય જરૂરી વસ્તુઓ ભેટ આપીને અથવા વડીલોને સમય આપીને પણ તમે દાન ઉત્સવ ઉજવી શકો છો.

  ઓરિસ્સાના બદંબામાં આવેલા રિક્ષા ડ્રાઈવર્સ દાન ઉત્સવના દિવસે વૃદ્ધોને તેમના ઘરેથી મેડિકલ કેમ્પ સુધી મફતમાં લઈ જઈને પોતાનું યોહગદાન આપે છે, ચેન્નઈના વેજિટેબલ વેન્ડર્સ શાકભાજી દાન કરીને પોતાનું યોગદાન આપે છે. મુંબઈના એક અંધ છોકરાએ મુંબઈ સેન્ટ્રલને પેઈન્ટ કરીને પોતાનું યોગદાન આપ્યું હતું. આતો હજારોમાંની અમુક જ સ્ટોરી છે જે તમને પણ અન્યો માટે કંઈક કરી બેસવા માટે પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. ક્રિસમસ, દિવાળી અને ઈદની જેમ દાન ઉત્સવ પણ દર વર્ષે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ઉજવવામાં આવી રહ્યો છે. દાન ઉત્સવમાં ભાગ લેવા માટે તમે કોઈ એનજીઓનો સંપર્ક કરી શકો છો અથવા તો તમે કોઈને જાણતા હોવ તેવા લોકોને જરૂરી વસ્તુઓ દાન આપીને પણ તમે આ ઉત્સવની ઉજવણી કરી શકો છો.

  આ પણ વાંચો- કેન્સર થેરેપીની શોધ માટે મેડિસિનમાં બે વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર

  English summary
  DaanUtsav is India's own festival that celebrates giving. It takes place every year from the 2nd to 8th October, providing you with the opportunity to contribute time, money, materials or skills to benefit an individual, organization or cause that means something to you

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more