કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ આપવાના મૂળમાં નથી કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, 11 જૂન: કેન્દ્ર સરકાર કોંગ્રેસને નેતા પ્રતિપક્ષનું પદ આપવાના મૂડમાં નથી. જોકે સરકારનું કહેવું છે કે ગૃહની લોકલેખા સમિતિ એટલે પીએસી અધ્યક્ષનું પદ કોંગ્રેસને આપી શકાય છે. જોકે આ લોકસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને નેતા પ્રતિપક્ષ પદ પર પોતાની દાવેદારી માટે નિર્ધારિત 54 બેઠકો નથી મળી.
ભાજપ બાદ સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને 44 બેઠકો મળી છે માટે આ વખતે લોકસભામાં કોઇ પણ નેતા પ્રતિપક્ષ બની શકતો નથી. જોકે આખરી નિર્ણય લોકસભા સ્પીકરને કરવાનો છે પરંતુ સરકારમાંથી આવી રહેલા સમાચારો અનુસાર તેઓ આના મૂડમાં નથી કે કોંગ્રેસને નેતા પ્રતિપક્ષનું પદ આપવામાં આવે.

અત્રે નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસને સૌથી વધારે 44 બેઠકો મળી છે. ત્યાર બાદ જયલલિતાની પાર્ટી અન્નાદ્રમૂકને 37 બેઠકો મળી છે. નેતા વિપક્ષ માટે 10 ટકા બેઠકો જોઇએ જે કોઇ પણ એકલી પાર્ટી પાસે નથી. જોકે આ વખતે નેતા વિપક્ષનું ના હોવું કોઇ પહેલી બાબત નથી. આ પહેલા ઇંદિરા સરકાર અને રાજીવ ગાંધીની સરકારમાં પણ કોઇ નેતા વિપક્ષ ન્હોતું.












Click it and Unblock the Notifications
