નીતિન પટેલે કહ્યું, "કેન્દ્ર કોરોના રસીનો ઓછો જથ્થો મોકલે છે એટલે લોકોની મુશ્કેલી વધી" - Top News

નીતિન પટેલે કહ્યું, "કેન્દ્ર કોરોના રસીનો ઓછો જથ્થો મોકલે છે એટલે લોકોની મુશ્કેલી વધી" - Top News

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પહેલાંની સરખામણીમાં કોરોનાની રસીનો ઓછો જથ્થો મળવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શનિવારે નીતિન પટેલે જણાવ્યું હતું કે, "હાલ કેન્દ્ર તરફથી ગુજરાતને માત્ર ત્રણ-ચાર લાખ રસીના ડોઝ મળી રહ્યા છે. જે પહેલાંની સરખામણીમાં અડધા છે."

નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ગુજરાતમાં રજિસ્ટ્રેશન વગર ઑન ધ સ્પોટ રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

પરંતુ છેલ્લા અમુક દિવસોમાં ગુજરાતમાં લોકોને રસીકરણ માટેનાં કેન્દ્રોએ ભારે ભીડમાં પરેશાન થવાનો વારો આવી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે.

તેમજ રસીકરણનાં કેન્દ્રોની સંખ્યા અને કેન્દ્રદીઠ અપાતી રસીના ડોઝની સંખ્યામાં પણ ભારે ઘટાડો નોંધાતાં રસી લેવા માગતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.


કોવૅક્સિન ડીલ મામલે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સામે તપાસને મંજૂરી

રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો વિરુદ્ધ કોવૅક્સિન ખરીદવાની ડીલમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલામાં તપાસની મંજૂરી અપાઈ છે.

શુક્રવારે મોડી રાત્રે એક જજે કથિત કૌભાંડમાં બોલસોનારોની ભૂમિકાની તપાસ શરૂ કરવાની વિનંતી મંજૂર રાખી હતી.

બોલસોનારો પર સ્વાસ્થ્યમંત્રાલયના એક વ્હિસલબ્લોઅરે કાર્યવાહી કરવામાં વિફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.

તેમના પ્રમાણે ત્રણ માસ પહેલાં ચેતવણી અપાઈ હતી કે એક વરિષ્ઠ અધિકારીએ ભારતમાં બનેલી કોવૅક્સિનને વધુ પ્રમાણમાં ખરીદવા માટે લાંચ લેવા માટે સંમતિ વ્યક્ત કરી હતી.

જોકે, બોલસોનારોએ આ આરોપોનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ તેમના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટે આરોપ લગાવી રહ્યો છે.


ટ્વિટર ઇન્ડિયાના MD સામે 'કોમવાદી નફરત' ભડકાવવાના આરોપસર ફરિયાદ

પાછલા ઘણા સમયથી અમેરિકન માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને ભારતમાં જુદાં જુદાં રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે

પાછલા ઘણા સમયથી અમેરિકન માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને ભારતનાં જુદાં જુદાં રાજ્યોની સરકારો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે.

હાલમાં ફરીથી એક વાર ટ્વિટર ભારતમાં ત્યારે વિવાદમાં આવ્યું જ્યારે ટ્વિટર ઇન્ડિયાના MD મનીષ મહેશ્વરી સામે દિલ્હી પોલીસના સાયબર સેલમાં કથિતપણે કોમવાદી નફરત ભડકાવવાના આરોપસર ફરિયાદ થઈ હતી.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ઍડ્વોકેટ આદિત્ય સિંઘ દેશવાલે આ ફરિયાદમાં એક નોન-પ્રૉફિટ સંસ્થા એથેઇસ્ટ રિપબ્લિકના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

ફરિયાદ મુજબ ટ્વિટર પર એથેઇસ્ટ રિપબ્લ્કિના હૅન્ડલ પરથી હિંદુ ધર્મના દેવી કાલીની તસવીર શૅર કરવામાં આવી હતી. ફરિયાદીનો દાવો છે કે આ પોસ્ટ વાંધાજનક હતી. અને સમાજમાં દુર્ભાવના અને દુશ્મનાવટનું વાતાવરણ ફેલાવવા માટે જાણીજોઈને આવી પોસ્ટ શૅર કરવામાં આવી હતી.

ફરિયાદીનો દાવો છે કે આ પોસ્ટ હિંદુઓની ધાર્મિક લાગણીઓઓ દુભાવવાના હેતુથી શૅર કરાઈ હતી.

ફરિયાદીએ ટ્વિટર ઇન્ડિયાના MD મનીષ મહેશ્વરી, શગુફ્તા કામરાન, ટ્વિટરના પબ્લિક પૉલિસી મૅનેજર સહિત રિપબ્લિક એથેઇસ્ટના અમુક પ્રતિનિધિઓ સામે FIR નોંધવાની માગણી કરી છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=5TE4rck-YlI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X