For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે ખરીફ પાકની MSP વધારવા આપી મંજુરી

ખેડૂતોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે મળેલી કેન્દ્ર સરકારની CCEA બેઠક દરમિયાન સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી

|
Google Oneindia Gujarati News

ખેડૂતોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે મળેલી કેન્દ્ર સરકારની CCEA બેઠક દરમિયાન સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારની આ મંજૂરી બાદ વર્ષ 2022-23 માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો થશે.

Farmers

કેન્દ્ર સરકારે વર્ષ 2022-23 માટે ખરીફ પાકના MSPમાં 5 થી 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ડાંગર, સોયાબીન અને મકાઈની MSP વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ સિઝનમાં કુલ 14 પાકોની MSP વધારવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ એ કિંમત છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી તે પાક ખરીદે છે. એટલે કે, MSP કરતા ઓછા ખેડૂતોને તેમના પાક માટે ચૂકવણી કરી શકાતી નથી. આ MSP પાકના આધારે નક્કી કરવામાં આવે છે. MSP વધવાથી સીધો ફાયદો ખેડૂતોની આવકમાં થશે.

સરકાર દ્વારા પાકની MSP નક્કી કરવામાં આવે છે જેથી ખેડૂતોને કોઈપણ પરિસ્થિતિમાં તેમના પાક માટે નિશ્ચિત લઘુત્તમ ભાવ મળે. સરકારના કૃષિ ખર્ચ અને કિંમત કમિશન દ્વારા MSP જાહેર કરવામાં આવે છે, જ્યારે શેરડીના પાકની MSP શેરડી કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે.

English summary
Central government approves increase in MSP of kharif crop
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X