For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે મદરેસાઓમાં શિષ્યવૃતિ પર લગાવી રોક, 1થી 8સુધીના બાળકોને નહી મળે સ્કોલરશિપ

કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની શિષ્યવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ઉત્તર પ્રદેશની મદરેસાઓમાં ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ હવે આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે આ અંગે સૂચનાઓ પણ જારી ક

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની શિષ્યવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ઉત્તર પ્રદેશની મદરેસાઓમાં ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ હવે આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે આ અંગે સૂચનાઓ પણ જારી કરી છે. અત્યાર સુધી મદરેસામાં 1થી 5 ના બાળકોને 1000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. સાથે જ ધોરણ 6થી 8 ના બાળકોને અલગ અલગ કોર્સ મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.

Madarsa

કેન્દ્ર સરકારે જણાવ્યું કે શા માટે સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે

ગયા વર્ષે લગભગ 5 લાખ બાળકોએ શિષ્યવૃત્તિનો લાભ લીધો હતો, જેમાં 16,558 મદરેસાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર અનુસાર, શિક્ષણ અધિકાર કાયદા હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે. આ મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો પણ મફત છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અન્ય જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવે છે. આથી શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે. તેથી, ફક્ત ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ફક્ત તેમની અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે.

યોગી સરકારે પહેલાથી જ સ્કોલરશિપ બંધ કરી છે

તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવેમ્બરમાં મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે તેને અગાઉ જ સ્કોલરશિપ યોજના બંધ કરી દીધી હતી.

યોગી સરકારે તાજેતરમાં મદરેસાઓમાં તેમની આવકના સ્ત્રોત શોધવા માટે એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં 8496 મદરેસાઓ માન્યતા વગરની મળી આવી છે. આ મદરેસાઓની આવકના સ્ત્રોત (એટલે ​​​​કે દાનમાં આપેલા નાણાં)નો પણ સર્વમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે ઉત્તર પ્રદેશ સરકાર મદરેસાઓના ફંડિંગ અંગે તપાસ કરશે. અનેક મુસ્લિમ સંગઠનોએ પણ મદરેસાઓના સર્વેનો વિરોધ કર્યો છે.

English summary
Central government has Stopped Scholarship in madrassas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X