For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હલાલ' શબ્દ પર કેન્દ્ર સરકારે જારી કરી નવી ગાઈડલાઈન, રેડ મીટ મેન્યુઅલમાંથી હટાવાયો

રેડ મીટ મેન્યુઅલથી 'હલાલ' શબ્દ હટાવવાનો નિર્ણય સોમવાર(4 જાન્યુઆરી)એ કેન્દ્ર સરકારે લીધો છે.

|
Google Oneindia Gujarati News

Halal Words Drops From Red Meat Manual, નવી દિલ્લીઃ રેડ મીટ (Red Meat) મેન્યુઅલથી 'હલાલ' (Halal) શબ્દ હટાવવાનો નિર્ણય સોમવાર(4 જાન્યુઆરી)એ કેન્દ્ર સરકારે લીધો છે. કેન્દ્ર સરકારના એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી(APEDA)એ આ અંગે નવા દિશાનિર્દેશ પણ જારી કર્યા છે. સરકારે રેડ મીટ મેન્યુઅલથી 'હલાલ' શબ્દ હટાવવાનો નિર્ણય સોશિયલ મીડિયા પર હિંદુ રાઈટ વિંગ સમૂહ અને સિખ સંગઠન દ્વારા ચાલી રહેલ અભિયાન બાદ લીધો છે. વાસ્તવમાં પહેલા ઈસ્લામી દેશની જરૂરિયાતોને જોતા એ લખ્યુ હતુ કે જાનવરોને હલાલ પ્રક્રિયા હેઠળ જબહ(મારવા) કરવામાં આવ્યા છે. એપીઈડીએ(APEDA)એ પણ સ્પષ્ટ કર્યુ છે કે ભારત સરકાર તરફથી હલાલ મીટ માટે કોઈ શરત રાખવામાં આવી નથી. તેમાં કહેવામાં આવ્યુ છે કે નિકાસ કરાતા દેશ કે આયાતની જરુરિયાત મુજબ નિર્ણય લઈ શકાય છે.

restaurant

હિંદુ અને સિખ ધર્મમાં 'હલાલ' માંસ ખાવાની મનાઈ

આ મેન્યુઅલમાં કહેવામાં આવ્યુ છે, 'હિંદુ ધર્મ અને સિખ ધર્મ અનુસાર હલાલ માંસ ખાવાની મનાઈ છે. તે ધર્મની વિરુદ્ધ છે. માટે સમિતિ આ અંગે પ્રસ્તાવ પાસ કરે છે કે રેસ્ટોરન્ટ અને માંસની દુકાનોને એ નિર્દેશ આપવામાં આવે કે તેમના દ્વારા વેચવામાં આવતા અને પીરસાતા માંસ વિશે અનિવાર્ય રીતે લખે કે અહીં 'હલાલ' કે 'ઝટકા' માંસ ઉપલબ્ધ છે.' વળી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજદત્ત ગહેલોતે કહ્યુ કે આ પ્રસ્તાવને સંસદ દ્વારા મંજૂરી મળ્યા બાદ રેસ્ટોરાં અને માંસની દુકાનોને સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાની રહેશે કે શું તેમના દ્વારા વેચવામાં આવતુ માંસ હલાલ કે ઝટકા વિધિનો ઉપયોગ કરીને કાપવામાં આવ્યુ છે.

શું છે 'હલાલ' મીટ

હલાલ માટે જાનવરની ગરદનને એક તેજ ધારવાળા ચાકૂથી કાપવામાં આવે છે. ત્યારબાદ શ્વાસનળી કાપ્યા બાદ થોડી વારમાં જાનવરનો જીવ જતો રહે છે. મુસ્લિમ માન્યતા અનુસાર હલાલ થતા જાનવર સામે બીજા જાનવરને ન લઈ જવા જોઈએ. એક જાનવર હલાલ કર્યા બાદ જ બીજા જાનવરને ત્યાં લઈ જવુ જોઈએ.

શું છે ઝટકા મીટ

ઝટકાનુ નામ વિજળીના ઝટકા પરથી આવ્યુ છે. આમાં જાનવરને કાપતા પહેલા ઈલેક્ટ્રીક શૉક આપીને તેના દિમાગને સૂન્ન કરી દેવામાં આવે છે જેથી તે વધુ સંઘર્ષ ન કરી શકે. તેને અચેત અવસ્થામાં જ ઝટકાથી ધારદાર હથિયાર મારીને માથુ ધડથી અલગ કરી દેવામાં આવે છે. હલાલ પ્રેકટીસ મુસ્લિમમાં જ્યારે ઝટકા વિધિ હિંદુઓમાં પ્રચલિત છે.

આગામી અમુક કલાકોમાં દિલ્લી સહિત આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદઆગામી અમુક કલાકોમાં દિલ્લી સહિત આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

English summary
Centre Government releases new guidelines on removal 'Halal' word from the Red Meat manual.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X