ચંદીગઢ એરપોર્ટને શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયુ!

પંજાબ-હરિયાણાની રાજધાની સ્થિત ચંદીગઢ એરપોર્ટનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ એરપોર્ટ શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. જેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કર્યું હતું.

ચંદીગઢ : પંજાબ-હરિયાણાની રાજધાની સ્થિત ચંદીગઢ એરપોર્ટનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ એરપોર્ટ શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. જેનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા અને અનિલ વિજ સહિત બંને રાજ્યોના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને બીએલ પુરોહિત પણ હાજર હતા.

Shaheed Bhagat Singh International Airport

એરપોર્ટના નામમાં ફેરફાર સાથે પંજાબ અને હરિયાણા સરકાર વચ્ચે સાત વર્ષ જૂનો મડાગાંઠનો હવે અંત આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2007માં ભગત સિંહની જન્મ શતાબ્દીની ઉજવણી પર પંજાબ સરકાર દ્વારા ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ-એ-આઝમ ભગત સિંહ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, હરિયાણા અને પંજાબ એસેમ્બલીમાં ઘણી વખત ઠરાવ કરવા છતાં નામ બદલી શકાયુ ન હતું. 25 સપ્ટેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમના 'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દરમિયાન, ચંદીગઢ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી હતી.

સરકારે અગાઉ દેશના 13 એરપોર્ટના નામકરણની જાહેરાત કરી છે, જેમાં કેટલાક રાજ્યો દ્વારા નામોનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટમાં ભારત સરકાર ઉપરાંત પંજાબ અને હરિયાણા સરકારનો હિસ્સો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X