સોનિયા ગાંધીના હાથનું રમકડું છે મનમોહન સિંહઃ ચંદ્રબાબુ
નવી દિલ્હી, 2 ઓક્ટોબરઃ તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ બુધવારે વડાપ્રધાન મનમોહન સિંહને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથનું રમકડું કહ્યું છે, જ્યારે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. અહીં એક કાર્યક્રમમાં નાયડુએ મોદીની સાથે મંચ પર ઉપસ્થિત રહ્યાં. નાયડુએ કહ્યું કે, દોષી જનપ્રતિનિધિઓને બચાવવા માટે કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલો અધ્યાદેશ માત્ર નાટક હતો.

પહેલા તેઓ માત્ર હૈદરાબાદની વાતો કરતા હતા, હવે બધા ગુજરાતના વિકાસની વાતો કરે છે. તેમણે ભારતની આર્થિક સમસ્યાઓ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા.












Click it and Unblock the Notifications
