• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chandrayaan-2: ચંદ્રમાં મંગળવારે લેન્ડ કરશે ચંદ્રયાન-2, હવે આવી અગ્નિપરીક્ષાની ઘડી

|

લૉન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન-2 કાલે એટલે કે મંગળવારે સવારે 9.30 કલાકે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-2 સાત સપ્ટેમ્બરે ચંદ્રમા પર લેન્ડ કરશે, આ એ શુભ ઘડી છે જેના માટે આખુ હિંદુસ્તાન જ નહિ પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિક ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચંદ્રયાન-2ની ચંદ્રમા પર સફળ લેન્ડિંગ ભારતીય અંતરિક્ષમાં એક મીલનો પત્થર સાબિત થશે. ચંદ્રયાન-2ને 22 જુલાઈના રોજ શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી રૉકેટ બાહુબલી દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યુ હતુ.

ચંદ્રયાન-2ને આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવુ પડશે

આ માહિતી ઈસરોના ચેરમેન કે સિવાને આપતા જણાવ્યુ કે ચંદ્રયાન-2 મંગળવારે સવારે સાડા નવ કલાકે ચંદ્રમાની કક્ષામા પ્રવેસ કરવા દરમિયાન એક આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થશે. ચંદ્રમાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા પર તેના ગુરુત્વાકર્ષણના પ્રભાવમાં પહોંચાડવા માટે અંતરિક્ષ યાનની ગતિને ઘટાડવી પડશે. આના માટે ચંદ્રયાન-2ના ઑનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને થોડી વાર માટે ફાયર કરવામાં આવશે. આ દરમિયાન બધા કમાંડ એકદમ પરફેક્ટ હોવા જોઈએ. વૈજ્ઞાનિકોની માનીએ તો એક નાની ભૂલ પણ યાનને અનિયંત્રીક કરી શકે છે.

લેન્ડિંગ બાદ 31 ઓગસ્ટ સુધી કરતુ રહેશે ચંદ્રમાની કક્ષાની પરિક્રમા

ઈસરોના વૈજ્ઞાનિકોની માનીએ તો ચંદ્રમાની કક્ષામાં પ્રવેસ કર્યા બાદ ચંદ્રયાન-2 31 ઓગસ્ટ સુધી ચંદ્રમાની કક્ષામા પરિક્રમા કરતુ રહેશે. આ દરમિયાન એક વાર ફરીથી કક્ષામાં બદલાવની પ્રક્રિયા શરૂ થશે. ઈસરોના જણાવ્યા મુજબ યાનને ચંદ્રની સૌથી નજીકની કક્ષા સુધી પહોંચાડવા માટે કક્ષામાં ચાર ફેરફાર કરવામાં આવશે. આ રીતના તમામ બાધાઓ પાર કરીને આ સાત સપ્ટેમ્બરે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે જે ભાગમાં હજુ સુધી માનવ નિર્મિત કોઈ યાન ઉતર્યુ નથી.

ચંદ્રયાન-2ની અપીલ, દરેક અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો

થોડા દિવસો અગાઉ ચંદ્રયાન-2ઓ ધરતી પર પોતાના સારા આરોગ્ય અને શાનદાર યાત્રા વિશે સંદેશ મોકલ્યો હતો. યાન તરફથી મોકલાયેલા સંદેશમાં કહેવામાં આવ્યુ હતુ, 'હેલો! હું ચંદ્રયાન-2 છુ, વિશેષ અપડેટ સાથે. હું તમને સૌને જણાવવા ઈચ્છુ છુ કે અત્યાર સુધી મારી સફર શાનદાર રહી છે. હું ક્યાં છુ અને શું કરી રહ્યો છુ આ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો.' 22 જુલાઈએ પ્રક્ષેપિત કરવામાં આવેલુ ચંદ્રયાન-2 અત્યાર સુધી ઘણા ફેરફારોમાંથી પસાર થઈ ચૂક્યુ છે. છઠ્ઠો ફેરફાર 14 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો.

ઘટાડવામાં આવશે ગતિ અને બદલવામાં આવશે દિશા

ઈસરોના પૂર્વ પ્રમુખ કિરણ કુમારે કહ્યુ કે ચંદ્રમાનો ચુંબકીય પ્રભાવ 65,000 કિલોમીટર સુધીનો છે જેનો અર્થ છે કે તે અંતર સુધી અંતરિક્ષ ગોળાઓને ખેંચી શકે છે. કાલે એટલે કે 20 ઓગસ્ટના રોજ જ્યારે ચંદ્રયાન-2 આની કક્ષાથી લગભગ 150 કિલોમીટ દૂર હશે તો ઈસરો તેના અભિવિન્યાસની પ્રક્રિયા શરૂ કરી દેશે. આ દરમિયાન ઈસરો એક એવી ગતિ આપે જેનાથી તે ચંદ્રમાની કક્ષામાં સરળતાથી પ્રવેશી જશે. ચંદ્રયાન-2ના વેગને ઘટાડવામાં આવશે અને તેની દિશા પણ બદલવામાં આવશે.

વધુ એક વર્ષ વધારવામાં આવી શકે છે સમય

ચંદ્રયાન-2માં ત્રણ ભાગ છે -ઑર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન. લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરીને પ્રયોગનો ભાગ બનશે જ્યારે ઑર્બિટર લગભગ વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરીને શોધને અંજામ આપશે. ઈસરોના અધિકારીઓનુ કહેવુ છે કે ચંદ્રયાન-2ના ઑર્બિટકના જીવનકાળને વધુ એક વર્ષ વધારી શકાય છે. લગભગ 978 કરોડ રૂપિયાના મિશન ચંદ્રયાન-2 સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કક્ષામાં બધા બદલાવ બાદ અંતમાં ઑર્બિટર પાસે 290.2 કિલોગ્રામ ઈંધણ હોવુ જોઈએ જેથી ચંદ્રમાના ચક્કર લગાવી શકે. હજુ એટલુ ઈંધણ છે કે ચંદ્રમાની કક્ષામાં બે વર્ષ સુધી ચક્કર લગાવી શકે. જો કે બધુ પરિસ્થિતિ પર નિર્ભર કરશે.

આ પણ વાંચોઃ શ્રીનગરની રહેવાસી શેહલા રાશીદ વિશે જાણો ખાસ વાતો

English summary
Chandrayaan-2 will undergo a rigorous ordeal while entering the lunar orbit at 9:30 am on Tuesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X