Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrayaan 3 : ભારતનુ ચંદ્રયાન-3 બીજા મિશન કરતા કેટલુ અલગ? આ મિશન પાછળ કોની કોની મુખ્ય ભુમિકા છે?

ભારતે અવકાશમાં પોતાનો પરચમ લહેરાવવા માટે વધુ એક અવકાશ મિશનની તૈયારી કરી લીધી છે. ભારતના ચંદ્રયાન 3 અવકાશ મિશનને લોન્ચ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે આ મિશન પાછળ કોન કોન છે અને આ મિશન અન્ય મિશન કરતા ભારત માટે આટલુ મહત્વનું કેમ છે?

Chandrayaan 3

ભારત આ વખતે ચંદ્રની ધરતી પર સફળતાપુર્વક પોતાના રોવરને ઉતારવા પર પુરૂ ધ્યાન આપી રહ્યું છે. ભારતનું ચંદ્રયાન એક મિશન ઓરબીટ મિશન હતું તો ચંદ્રયાન 2નું સફળતાપુર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ થઈ શક્યુ નહોતું. હવે ભારત ચંદ્રયાદ 3 દ્વારા પોતાના મિશનને ચંદ્રની ધરતી પર સફળતાપુર્વક ઉતારીને ઇતિહાસ રચવાની ઈચ્છા રાખે છે.

ચંદ્રયાન-3 ફોલોઅપ મિશન છે
જો ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો દુનિયામાં અવકાશક્ષેત્રે ભારતનો ડંકો વાગી જશે. ઈસરોએ જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નું ફોલોઅપ મિશન છે. જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને રિસર્ચ કરશે.

ચંદ્રયાન 3 ચંદ્રયાન 2 જેવુ જ દેખાય છે પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો સાથે અલ્ગોરિધમ્સમાં ફેરફાર કરાયા છે. આ મિશનમાં જે મુશ્કેલી ચંદ્રયાન-2માં આવી તેને ઉકલવા પુરી મહેનત કરાઈ છે.

ચંદ્રયાન-2 માં ઓર્બિટર હતુ ત્યારે ચંદ્રયાન-3 ઓર્બિટર વગર જ રવાના થશે. તેમાં લેન્ડર અને રોવર જ હશે અને તેનું કામ ચંદ્રના એ દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ ચંદ્રની સપાટી પર કામ કરવા અને ડેટા એકત્રિત કરવાનો છે. લેન્ડિંગ પછી રોવર લેન્ડરથી અલગ થશે અને પ્રયોગો કરવા અને ડેટા એકત્રિત કરવા માટે ચંદ્રની સપાટી પર ફરશે.

ચંદ્રયાન-2
જણાવી દઈએ કે, અગાઉ 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2 મિશન લોન્ચ કરાયુ હતુ. ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે કોઈપણ દેશ દ્વારા આ પ્રથમ અવકાશ મિશન હતું. જો કે ચંદ્રયાન-2 મિશનનું વિક્રમ લેન્ડર 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ક્રેશ થયું અને ત્રણ મહિના પછી નાસાએ તેનો કાટમાળ શોધ્યો.

ભારતનું આ મિશન સફળતાપુર્વક ઉતરાણ ન કરી શકવા છત્તા સંપૂર્ણ નિષ્ફળ નહોતું. આ મિશનના ઓર્બિટરે કામ ચાલુ રાખ્યું અને ઘણા નવા ડેટા એકત્રિત કર્યા. આનાથી ISROને ચંદ્ર અને તેના પર્યાવરણ વિશે નવી માહિતી મળી શકી.

ચંદ્રયાન-1
ચંદ્રયાન-1 ભારતનું પહેલુ મુન મિશન હતું અને તેને 22 ઓક્ટોબર 2008ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 29 ઓગસ્ટ 2009 સુધીમાં તે 312 દિવસ સુધી કાર્યરત રહ્યું અને 3,400 થી વધુ ચંદ્રની પરિક્રમાઓ પુર્ણ કરી. લગભગ એક વર્ષ સુધી ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તેનો સંપર્ક તૂટી ગયો.

ચંદ્રયાન-1 થી વિપરીત ચંદ્રયાન-2 થી ભારતે વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો. આ સાથે ચંદ્રયાન-2 માં રિસર્ચ માટે છ પૈડાવાળા પ્રજ્ઞાન રોવરને પણ મોકલાયુ હતુ. ચંદ્રયાન-1નું ટેક-ઓફ વજન 1380 કિગ્રા હતું અને ચંદ્રયાન-2નું વજન 3850 કિગ્રા હતું.

ચંદ્રયાન-3ને પી. વીરમુથુવેલ લીડ કરી રહ્યા છે
ચંદ્રયાન-3 મિશનની લોન્ચની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. આ મિશનને પી. વીરમુથુવેલ લીડ કરી રહ્યા છે. વીરમુથુવેલ તમિલનાડુના વિલ્લુપુરમનાછે. વીરમુથુવેલે તેમનું શાળાકીય શિક્ષણ વિલ્લુપુરમની રેલવે સ્કૂલમાંથી કર્યું હતું અને ખાનગી પોલિટેકનિક કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.

તેમણે ચેન્નાઈની એક ખાનગી કોલેજમાંથી એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરીને ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેમણે પીએચડી માટે આઈઆઈટી મદ્રાસમાં એડમિશન લીધું. તેમના પિતા પી. પલાનીવેલ અનુસાર, તેમને કેન્દ્ર સરકારના વિભાગોમાંથી નોકરી સહિત ઘણી તકો મળી પરંતુ તે ત્યાં જોડાયા નહીં. તેમનું સપનું 2014માં સાકાર થયું જ્યારે તેઓ ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામ્યા.

વીરમુથુવેલ ચંદ્રયાન-3 ને લીડ કરી રહ્યા છે અને મુન મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટરના પદ પર છે. ચંદ્રયાન-2 લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરવામાં નિષ્ફળ ગયા બાદ તેમણે એમ વનિતાની જગ્યા લીધી છે. ચંદ્રયાન-3 મિશનને લીડ કરવા ઉપરાંત વીરમુથુવેલે ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ચંદ્રયાન-2 પ્રોજેક્ટ પાછળની સંભાવનાઓ અને વિજ્ઞાન પર નાસા સાથે સંકલન કર્યું હતું.

જણાવી દઈએ કે, ભારતનું ચંદ્રયાન-3 મિશન 14 જૂલાઈએ આંધ્રપ્રદેશના શ્રી હરીકોટાથી ઉડાન ભરશે અને 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. આ મિશન સફળ થતા જ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્રની ધરતી સોફ્ટ લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X