Chandrayaan-3 દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન લેંડિંગમાં કાર્યક્રમમાં સામેલ થશે પીએમ મોદી

Chandrayaan-3: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. PM મોદી 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ત્રીજું ચંદ્ર મિશન, ચંદ્રયાન-3, બુધવારે સાંજે 6:04 વાગ્યાની આસપાસ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવાનું છે. જો લેન્ડર લેન્ડિંગમાં સફળ થાય છે, તો તે પ્રથમ વખત હશે કે કોઈ અવકાશયાન આ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરશે.

PM Modi

ઈસરોના વૈજ્ઞાનિકોએ મંગળવારે સાંજે કહ્યું કે ચંદ્રયાન-3 અવકાશયાન સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવા માટે શિડ્યૂલ પર છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે તમામ સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે અને તે સરળતાથી કામ કરવાનું ચાલુ રાખે છે.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ભાગ લેવા માટે મંગળવારે સાંજે લગભગ 5.15 કલાકે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચી ગયા છે. PM મોદી અહીં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર ગયા છે અને 22થી 24 ઓગસ્ટ સુધી રોકાશે.

2019 પછી આ પ્રથમ BRICS સમિટ હશે, જેમાં સભ્ય દેશોના વડાઓ સામ-સામે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી વર્ચ્યુઅલ રીતે બ્રિક્સની બેઠકો યોજાઈ રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X