Chandrayaan-3 : પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર હવે આરામ કરશે, સ્લીપ મોડમાં મુકવાની તૈયારી શરૂ

ભારતનું ચંદ્રયાન-3 ચાંદની ધરતી પર છેલ્લા 10 દિવસથી વિવિધ પ્રકારની માહિતી પૃથ્વી પર મોકલી રહ્યું છે. જો કે હવે ઈસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મુકવાની તૈયારીઓ શરૂ કરી છે.

પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર 100 મીટરની યાત્રા કરીને ઘણા મહત્વના ડેટા મોકલ્યા છે. ઈસરોએ ચંદ્ર પર ઓછા સૂર્યપ્રકાશને કારણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંનેને સ્લીપ મોડમાં મૂકવાની તૈયારી કરી છે.

Vikram Lander

ઈસરો અધ્યક્ષ એસ.સોમનાથે આદિત્ય L-1 મિશનના સફળ લોન્ચિંગ બાદ ચંદ્રયાન મુદ્દે ઘણી માહિતી આપી. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23મી ઓગસ્ટે સાંજે 6.05 કલાકે કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 સાથે જ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતપનારો પહેલો દેશ હની ગયો છે.

જણાવી દઈએ કે, મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય પાણીની શોધ કરવાનો અને ચંદ્રની સપાટીની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં ચંદ્રની ઉપરની જમીનના થર્મલ ગુણધર્મો અને સપાટીના તત્વોનો સમાવેશ થાય છે.

23 ઓગસ્ટ સતત કામ કરી રહેલુ પ્રજ્ઞાન રોવર તેના મિશન ઉદ્દેશ્યોને સફળતાપુર્વક આગળ વધારી રહ્યું છે. જેમાં ચંદ્ર પર સલ્ફર, આયર્ન, ઓક્સિજન અને અન્ય તત્વોની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રજ્ઞાન રોવરની 100 મીટરની મુસાફરી અને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરાણે ઈસરોનો દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે.

જો કે હવે ચંદ્રની સપાટી પર સૂર્યપ્રકાશ ઓછો થતા ઈસરોએ વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકવાની તૈયારી કરી છે. બંને સૌર ઉર્જાથી સંચાલિત છે અને જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે કામ કરવા માટે રચાયેલ છે. બન્નેની કામગીરી પુરી થઈ જાય પછી તેને ચંદ્રની સપાટી પર જ છોડી દેવામાં આવશે.

જણાવી દઈએ કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની લાઈફ એક ચંદ્ર દિવસ અને પૃથ્વી પરના 14 દિવસ છે. હવે જ્યારે ચંદ્ર પર બીજો દિવસ ઉગશે ત્યારે જ ખબર પડશે કે પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડર કામગીરી કરશે કે કેમ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X