Chandrayaan 3: ચંદ્રની વધુ નજીક પહોંચ્યુ ચંદ્રયાન 3, ઈસરોએ શેર કરી લેટેસ્ટ અપડેટ
Chandrayaan 3: ISROએ મિશન ચંદ્રયાન-3 સંબંધિત લેટેસ્ટ અપડેટ શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે ચંદ્રયાન 3 હવે ચંદ્રની ભ્રમણકક્ષાની નજીક પહોંચી ગયું છે. તે હવે ચંદ્રની 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.

ઈસરોએ જણાવ્યું કે અમારી યોજના મુજબ ચંદ્રયાન ચંદ્રની ભ્રમણકક્ષાની ખૂબ નજીક પહોંચી ગયું છે. આ સાથે જ ચંદ્ર પર ચંદ્રયાનનુ મેનુવર પૂર્ણ થઈ ગયુ છે. હવે ચંદ્રયાન તેના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની યાત્રા શરૂ કરશે. લેન્ડર મોડ્યુલ અને પ્રોપલ્શન મોડ્યુલને અલગ કરવાની પ્રક્રિયા 17 ઓગસ્ટના રોજ થશે.
તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ચંદ્રયાનનું લેન્ડર-રોવર ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. ગયા મહિને 14 જુલાઈએ મિશન ચંદ્રયાનને ફ્લેગ ઑફ કરવામાં આવ્યું હતું. પૃથ્વીની અલગ-અલગ ભ્રમણકક્ષામાં પરિક્રમા કર્યા બાદ તે 1 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષા તરફ આગળ વધ્યું હતું.
જો ભારત લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કરશે તો તે આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલા માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ આ સ્થાન હાંસલ કરી શક્યા છે. અગાઉ 2019માં ભારતે ચંદ્રયાન 2 દ્વારા લેન્ડરને લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ ગયો હતો.
અંતિમ ક્ષણોમાં લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, ત્યારબાદ ક્રેશ લેન્ડિંગને કારણે મિશન નિષ્ફળ ગયું હતું. આવી સ્થિતિમાં, ભારત પાસે ચંદ્રની સપાટી પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવાનો વધુ એક મોકો છે.












Click it and Unblock the Notifications
