Chandrayaan-3: ઈસરોના ચેરમેને કહ્યુ, આ વખતે ચોક્કસ સફળ થશે સૉફ્ટ લેંડિંગ, જણાવ્યુ કારણ
Chandrayaan-3: ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન, ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે મિશનને લગતી તમામ સુરક્ષા તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તે સતત ઈસરો ટેલિમેટ્રીમાંથી આવતા રિપોર્ટ્સ ચકાસી રહ્યા છે.
આજના ઉતરાણ અંગે સોમનાથે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે આ મિશન સફળ થશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ આત્મવિશ્વાસ ક્યાંથી આવી રહ્યો છે. અમારી ટીમે જે કામ કર્યું છે તે જબરદસ્ત છે, જેના કારણે અમને વિશ્વાસ છે કે આ મિશન સફળ થશે. આ અતિ આત્મવિશ્વાસ નથી.

ચંદ્રયાન 2 પછી આ મિશન 4 વર્ષ પછી લૉન્ચ કરવામાં આવ્યું છે. ચાર વર્ષ એ ટૂંકો સમય નથી, આ મિશનને સફળ બનાવવા માટે અમે દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કર્યો છે. અમે બધાએ બેકઅપ પ્લાન બનાવ્યા. બેકઅપ પ્લાન માટે પણ અમે બેકઅપ પ્લાન બનાવ્યો છે.
આ મિશન દરમિયાન અત્યાર સુધી બધું અમારી યોજના મુજબ ચાલ્યું છે, અમને આ સમય દરમિયાન કેટલાક આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે. અમે અલગ-અલગ તબક્કામાં લેન્ડિંગ માટે તૈયારી કરી છે, અમે દરેક તબક્કે લેન્ડરના સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યું છે.
સોમનાથે કહ્યું કે ચંદ્રયાન 2 છેલ્લા સ્ટેજ સુધી ગયું હતું, પરંતુ સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું ન હતું. અમે ઘણા વધુ વેગ સાથે ઉતર્યા. ચંદ્રયાન 2 દરમિયાન, અમારી એક ભૂલને કારણે, લેન્ડિંગ યોગ્ય જગ્યાએ થઈ શક્યું ન હતું.
છેલ્લી ભૂલ પછી અમે ઘણું વિશ્લેષણ કર્યું છે. એકંદરે, અમારી સિસ્ટમ આ વખતે ઘણી સારી છે, તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અમારું લેન્ડર કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે, અમારી ટીમ આ વખતે વધુ સારી રીતે તૈયાર છે. આ વખતે અમે બધા તૈયાર છીએ.












Click it and Unblock the Notifications
