રેલવે ટેન્ડર કૌભાંડમાં લાલૂ-તેજસ્વી અને રાબડી દેવી સામે ચાર્જશીટ દાખલ
રેલવે ટેન્ડર કૌભાંડમાં લાલૂ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી.
નવી દિલ્હીઃ રેલવે ટેન્ડર કૌભાંડ મામલે રાજદના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. રેલવે ટેન્ડર કૌભાંડ મામલે ઈડીએ લાલૂ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 13 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. રેલવે ટેન્ડર કૌભાંડમાં કુલ 2 ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. લાલૂ પરિવાર પર IRCTCના બે હોટલ અને ટેન્ડરમાં હેરાફેરી કરવાનો આરોપ છે. સીબીઆઈએ આ મામલામાં 16 એપ્રિલે આરોપ પત્ર દાખલ કર્યો હતો.

આરોપ પત્રમાં કેટલાય મુખ્ય ખુલાસા કરવામાં આવ્યા છે. ઈડીએ આરોપ લગાવ્યો કે લાલૂ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે હોટલ લીજ પર આપવામાં આવી હતી અને ગુપ્તાની કંપનીઓ દ્વારા પૈસા આવ્યા હતા. આ ઉપરાંત એમના પર કેટલાય ગંભીર આરોપો લાગ્યા છે. આઆ મામલો વર્ષ 2006નો છે. એ સમયે લાલૂ પ્રસાદ યાદવ યૂપીએ સરકારમાં રેલવે મંત્રી હતા. લાલૂના પરિવાર વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત શુક્રવારે લાલૂ પ્રસાદ યાદવને વધુ એક ઝાટકો લાગ્યો. રાંચી હાઈકોર્ટે એમની જામીન વધારવાની અરજીને ફગાવી દીધી છે અને સાથે જ 30 ઓગસ્ટના રોજ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ 17 ઓગસ્ટે જામીનના સમયને 27 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન લાલૂ પ્રસાદ યાદવના વકીલે કોર્ટે માહિતી આપી કે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ નથી થયા, માટે એમની જામીનની અવધિને 3 મહિના માટે વધારી દેવામાં આવે.












Click it and Unblock the Notifications
