cheetah : દક્ષિણ આફ્રિકા સાથે ચિત્તા અંગે થયો કરાર, ભારતમાં લવાશે 12 ચિત્તા
cheetah : ભારતમાં ટૂંક સમયમાં વધુ 12 ચિત્તા આવશે. ભારતે આ અંગે દક્ષિણ આફ્રિકા સરકાર સાથે કરાર કર્યો છે. આ કરાર આગામી 10 વર્ષ માટે ચિત્તા અંગે કરવામાં આવ્યો છે.
Cheetah : ભારતમાં વધુ 12 ચીત્તા લાવવાની તૈયારી શરૂ થઇ રહી છે. ભારત સરકારે દક્ષિણ આફ્રિકા સાથે ચિત્તાઓ અંગે કરાર કરવામાં આવ્યા છે. બંને દેશ વચ્ચે આ અંગે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આફ્રિકન ચિત્તા આગામી 10 વર્ષ સુધી ભારતમાં લાવવામાં આવશે.

દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ ફેબ્રુઆરી 2023માં ભારત મોકલવામાં આવશે. આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. જ્યાં પહેલાથી જ આફ્રિકાના 8 ચિત્તા રાખવામાં આવ્યા છે, જે નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. જે સમજૂતી થઈ છે તે અંતર્ગત આગામી 10 વર્ષ સુધી દર વર્ષે 12 ચિત્તા ભારત લાવવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાના પર્યાવરણ મંત્રી બાર્બરા ક્રિસીએ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ અંગે બંને દેશો વચ્ચે સત્તાવાર કરારની રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે.
એક ટોચના અધિકારીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં રોબર્જ વેટરનરી સર્વિસિસમાં 9 ચિત્તાઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ ચિત્તાઓને ફિંડા ગેમ રિઝર્વમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ ચિત્તાઓને ભારત લાવવામાં આવશે.
આ ચિત્તાઓને ભારત લાવવા માટે ભારતની એક ટીમ ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા જશે. ભારતમાં આ 12 ચિત્તાના આગમન સાથે તેની કુલ સંખ્યા 20 થઈ જશે. કુનો નેશનલ પાર્કમાં ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ છોડવામાં આવેલા 8 ચિત્તાઓમાં 5 માદા અને 3 નર છે.
નોંધનીય છે કે, ભારતમાં ચિત્તા લગભગ લુપ્ત થઈ ગઈ હતી. જે બાદ સરકારે તેને 1952માં લુપ્ત જાહેર કર્યું હતું, પરંતુ ફરી એકવાર તેમને ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 1970માં ભારત સરકારે આ અંગે પ્રયાસો શરૂ કર્યા હતા. આ અંગે નામિબિયા સાથે કરાર થયો હતો. બાદમાં નામિબિયાએ ભારતને 8 ચિત્તા દાનમાં આપ્યા હતા.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
