મુંડેના બદલે રમણ સિંહે મોદીને આપી દિધી શ્રદ્ધાંજલિ

ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપવાના બદલે રમણ સિંહે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નિધન પર શોક વ્યક્ત કરી દિધો. જો કે તેમને તાત્કાલિક ભૂલનો એહસાસ થઇ ગયો અને તેમને પોતાની ભૂલ સુધારી લીધી. રાજધાનીમાં આયોજીત શોકસભામાં ધારાપ્રવાહ બોલતાં રમણ સિંહે ગોપીનાથ મુંડેના બદલે નરેન્દ્ર મોદીનું નામ લઇને શોક વ્યક્ત કરી દિધો. પરંતુ જેવી જ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે ભૂલ સુધારી લીધી.
તમને જણાવી દઇએ કે આ પ્રકારની ભૂલ એક હિન્દી સમાચાર ચેનલે પણ કરી હતી. 26 મેના રોજ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેતાં પહેલાં રાજધાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. ત્યારે એનડીટીવી ઇન્ડિયાએ એ સમાચાર બતાવતાં ખોટું ટિકર ચલાવ્યું હતું. ટિકરમાં લખવામાં આવ્યું હતું, મોદીની સમાધિ પર નરેન્દ્ર મોદી. ત્યારબાદ ચેનલે ભૂલ સુધારતાં ભૂલ માટે માંફી માંગી હતી.












Click it and Unblock the Notifications
