chhattisgarh Coal Scam : છત્તીસગઢમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અને કોષાધ્યક્ષની સંપતિ જપ્ત, ઇડીએ કરી કાર્યવાહી
chhattisgarh Coal Scam : છત્તીસગઢમાં કોલસા ઉત્પાદનો અને ટ્રાન્સપોર્ટરો પાસેથી ખંડણી માંગવાના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડી દ્વારા કોંગ્રેસના બે ધારાસભ્યો અને કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષની 51 કરોડની સ્થાવર-જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી છે.
EDની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પાર્ટીના નેતાઓ સામેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. EDએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, છત્તીસગઢ કોંગ્રેસના ખજાનચી રામગોપાલ અગ્રવાલ અને પાર્ટીના ધારાસભ્યો દેવેન્દ્ર યાદવ અને ચંદ્રદેવ રાયની 91 પ્લોટ, મોંઘા વાહનો, ઘરેણાં અને રોકડ સહિત 51.40 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ જપ્ત કરવામાં છે.

કોંગ્રેસના નેતાઓ ઉપરાંત, IAS અધિકારી રાનુ સાહુ, કોલસા ઉદ્યોગપતિ સૂર્યકાંત તિવારી, કોંગ્રેસના પ્રવક્તા આરપી સિંહ અને સ્થાનિક નેતા વિનોદ તિવારીની મિલકતો પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ જપ્ત કરવામાં આવી છે.
ED અનુસાર, રાજ્યમાં વરિષ્ઠ અમલદારો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠ દ્વારા 25 રૂપિયા પ્રતિ ટન કોલસાની ગેરકાયદે વસૂલાત ચાલુ હતી.
એજન્સીનો દાવો છે કે, આ કેસમાં કુલ 540 કરોડ રૂપિયાની ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવી છે. સૂર્યકાંત તિવારી પાસેથી જપ્ત કરાયેલી ડાયરીમાંથી ખંડણીની રકમમાંથી ખરીદેલી બેનામી મિલકતો સહિત અધિકારીઓ અને નેતાઓને લાંચની રકમ આપવામાં આવી હોવાની વિગતો મળી છે. EDએ આ કેસમાં અત્યાર સુધીમાં સૌમ્યા ચૌરસિયા, સૂર્યકાંત તિવારી, તેના કાકા લક્ષ્મીકાંત તિવારી અને IAS અધિકારી સમીર વિશ્નોઈ સહિત નવ લોકોની ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
