Vishnu Deo Sai Net worth: છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય પાસે કેટલી છે સંપત્તિ
Chhattisgarh CM Vishnu Deo Sai Net worth: છત્તીસગઢમાં ભાજપે ચૂંટણી પરિણામોની જાહેરાતના 7 દિવસ બાદ મુખ્યમંત્રીનું નામ નક્કી કરી લીધુ છે. વિષ્ણુ દેવ સાયને વિધાનસભ્ય દળની બેઠકમાં છત્તીસગઢના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ચાર વખત લોકસભાના સભ્ય અને મોદીની પ્રથમ કેબિનેટમાં મંત્રી રહેલા વિષ્ણુ દેવ સાય આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ બે વખત ધારાસભ્ય અને બે વખત ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ પણ સંભાળી ચુક્યા છે. આવો જાણીએ છત્તીસગઢના સીએમ પાસે કેટલી સંપત્તિ છે.

2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય દ્વારા ચૂંટણી પંચને સોંપવામાં આવેલી એફિડેવિટ અનુસાર, તેમની પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. Myneta.com અનુસાર, એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વિષ્ણુદેવ સાય અને તેમના પરિવારની કુલ સંપત્તિ 3,80,81,550 રૂપિયા છે. જ્યારે કુલ દેણુ રૂ. 65,81,921 છે.
વિષ્ણુ સાયની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની પાસે 3.5 લાખ રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 2.25 લાખ રૂપિયાની રોકડ છે. જ્યારે સમગ્ર પરિવાર પાસે કુલ 8.5 લાખ રૂપિયાની રોકડ છે. આ સિવાય સાઈના બેંક ઓફ બરોડાના ખાતામાં 1 લાખ રૂપિયા, CG રાજ્ય ગ્રામીણ બેંકમાં 82 હજાર રૂપિયા, SBI ખાતામાં 15,99,418 રૂપિયા અને ભારતીય બેંક ખાતામાં માત્ર 2 હજાર રૂપિયા છે. તેમની પત્નીના સ્ટેટ ગ્રામીણ બેંક ખાતામાં 10.9 લાખ રૂપિયા જમા છે.
છત્તીસગઢના નવા સીએમએ શેર, બોન્ડ કે એનએસએસ, પોસ્ટલ સેવિંગ્સમાં કોઈ રોકાણ કર્યું નથી. જોકે, તેણે LICની પોલિસીમાં રોકાણ કર્યું છે. જ્વેલરી વિશે વાત કરીએ તો, તેમની પાસે 450 ગ્રામ સોનું, 2 કિલો ચાંદી અને 5 રત્તી હીરાની વીંટી છે. આખી જ્વેલરીની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. આ સિવાય તેમની પત્ની પાસે 200 ગ્રામ સોનું અને 3 કિલોગ્રામ ચાંદી છે. વિષ્ણુદેવ સાયના નામે કોઈ કાર નથી. તેમની પાસે બે ટ્રેક્ટર છે, જેની કિંમત લગભગ 11 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
વિષ્ણુદેવ સાય પાસે 58,43,700 રૂપિયાની ખેતીલાયક જમીન છે. આ સિવાય લગભગ 27,21,000 રૂપિયાની બિનખેતી લાયક જમીન છે. જશપુરમાં તેમના નામે એક કૉમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત 20,00,000 રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય સાયની પાસે 1,50,00,000 રૂપિયાના બે ઘર છે. આ તમામ મિલકતો ઉપરાંત વિષ્ણુ દેવ સાયના નામે બે લોન પણ છે. આમાં લગભગ 7 લાખ રૂપિયાની એગ્રીકલ્ચર લોન છે જે SBI પાસેથી લેવામાં આવી છે. જ્યારે તેમણે SBI પાસેથી લગભગ 49 લાખ રૂપિયાની હોમ લોન પણ લીધી છે.












Click it and Unblock the Notifications
