Chhattisgarh News: કાંકેરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, મહિલા નક્સલવાદીનું મોત
Chhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં એક મહિલા નક્સલવાદીનું મોત થયું છે. પોલીસે સ્થળ પરથી એક 303 રાઈફલ, એક 315 બોરની રાઈફલ અને મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી જપ્ત કરી છે.
આ લખાઈ રહ્યું છે, ત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બીનાગુંડા વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. કાંકેર પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી ઘણા હથિયારો જપ્ત કર્યા છે.
જેમાં 303 રાઇફલ અને 315 બોરની રાઇફલ સામેલ છે. આ ઉપરાંત તેમની પાસેથી નક્સલવાદીઓને લગતી સામગ્રીનો પણ મોટો જથ્થો મળી આવ્યો છે.
આ ઘટના અંગે માહિતી આપતા કાંકેરના એસપી ઈન્દિરા કલ્યાણ એલિસેલાએ જણાવ્યું હતું કે, છોટે બેથિયા જંગલમાં બીનાગુંડામાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી.
બીનાગુંડામાં અથડામણ થઈ, ત્યાંથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ અને બે રાઈફલ અને મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલી મહિલા નક્સલવાદી પીએલજીએની સભ્ય હતી.
એન્કાઉન્ટર બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે. જંગલમાં તૈનાત દળોનું માનવું છે કે, આ સમગ્ર વિસ્તારમાં વધુ નક્સલવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. ફોર્સ સશસ્ત્ર નક્સલવાદીને પકડવા માટે જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
વર્ષ 2024માં અત્યાર સુધીમાં 139 નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. વિવિધ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 139 નક્સલવાદીઓમાંથી, એકલા બસ્તરમાં 137 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે અન્ય બે નક્સલવાદી ધમતારી જિલ્લામાં માર્યા ગયા છે.












Click it and Unblock the Notifications
