For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ મા સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર દીકરાને રાહુલ ગાંધીએ મનાવ્યો

મા સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર દીકરાને રાહુલે મનાવ્યો

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ છત્તીસગઢ વધાનસભા ચૂંટણીમાં દંતેવાડા સીટને લઈને લાંબા સમયથી ચાલી રહેલ બસ્ત ટાઈગરના પરિવારનો રાજનૈતિક વિવાદ ખતમ થઈ ગયો છે. અહેવાલ મળી રહ્યા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુદ ફોન કર્યા બાદ મહેન્દ્ર કર્માની પત્ની દેવતી કર્મા સામે ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલ દીકરા છવિન્દ્ર કર્માએ પોતાનું નામ પાછું ખેચાવી લીધું છે.

rahul gandhi

ટિકિટ ન મળવાથી નારાજ હતા છવિન્દ્ર

છવિન્દ્ર કર્માએ કોંગ્રેસની ટિકિટ માગી હતી, પરંતુ એની જગ્યાએ કોંગ્રેસે ફરીથી ધારાસભ્ય દેવતી કર્માને ટિકિટ આપી દીધી હતી. જેનાથી નારાજ છવિન્દ્રએ અપક્ષ ઉમેદવાર તરીકે આવેદન પત્ર ભર્યું હતું. છવિન્દ્રએ પોતાનું નામાંકન જમા કરાવ્યું ત્યારથી કોંગ્રેસના અધ્યક્ષ તેમને મનાવવા તનતોડ મહેનત કરી રહ્યા હતા. આખરે છવિન્દ્ર પોતાનું નામાંકન પરત લેવા માટે રાજી થઈ ગયો છે. છવિન્દ્રના આ નિર્ણય બાદથી દંતેવાડા સીટ પર કોંગ્રેસ વધુ મજબૂત થઈ ગઈ છે.

દંતેવાડા સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે

બસ્તરમાં કોંગ્રેસનો પ્રભાવ બહુ સારો છે, 12 સીટોમાંથી 8 પર કોંગ્રેસનો કબ્જો છે. સત્તાની ચાવી પણ પહેલા ચરણની ચૂંટણીથી મળનાર છે એવામાં કોંગ્રેસ કોઈપણ હાલમાં બસ્તરની કોઈપણ સીટ ગુમાવવા માગતી નથી. જો દંતેવાડા સીટની વાત કરીએ તો આ સીટ પર હંમેશાથી કોંગ્રેસનો જ કબ્જો રહ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા રહી ચૂકેલ મહેન્દ્ર કર્મા આ સીટ પરથી લડતા હતા અને તેમનો દબદબો સમગ્ર બસ્તરમાં હતો. જો મા-દીકરાના ઝઘડામાં આ સીટ ફસાઈ જાત તો તેનો ફાયદો સીધી રીતે ભાજપને જ મળત અને બાકી સીટો પર પણ ભાજપ આવી રીતની રણનીતિ અપનાવવાની કોશિશ કરત. આ સમાધાનથી જ્યાં કોંગ્રેસની હિંમત વધી છે ત્યાં જ ભાજપે ચૂંટણીનું એક હથિયાર ગુમાવી દીધું છે.

આ પણ વાંચો- ઓછી લાગતવાળી દવાઓ અને ઉપકરણથી મળશે નવું જીવન

English summary
chhavindra karma will not contest from Dantewada seat after Rahul Gandhi's call
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X