For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉજ્જૈનમાં જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો, 2ની ધરપકડ

મધ્ય પ્રજેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કાફલા પર પથ્થરમારો

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ચૌહાણની જન આશીર્વાદ યાત્રા દરમિયાન સોમવારે સાંજે પથ્થરમારો થયો હતો. ઉજ્જૈનના મહિદપુરમાં ભાજપી નેતાઓના કાફલા પર પથ્થરમારાને પગલે પોલીસે મંગળવારે બે સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતી મુજબ પથ્થરબાજોના નિશાના પર ભાજપના ધારાસભ્ય હતા. આ સંબંધમાં પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની વાત કહી છે.

shivraj singh chauhan

જણાવી દઈએ કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રા સોમવારે રાત્રે ઉજ્જૈન જિલ્લાના મહિદપુર વિધાનસભા ક્ષેત્રમાં પહોંચી હતી. આ કાફલામાં વિધાયક બહાદુર સિંહ ચૌહાણ પણ સામેલ હતા. ઠેર-ઠેર આ યાત્રાએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેમાંથી જ કોઈએ કલ્લૂ ખેડી ગામ પાસે કાફલા પર પથ્થરમારો કર્યો હતો. એમના નિશાના પર ધારાસભ્ય બહાદુર સિંહ ચૌહાણની ગાડી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો ગાડી કાફલાથી આગળ નીકળી ગઈ હતી તો લોકોએ પાછળ ચાલી રહેલ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.

જો કે હુમલા બાદ પણ મુખ્યમંત્રીએ યાત્રા ચાલુ જ રાખી હતી. નાગદાથી રાત્રે યાત્રા ખાચરૌદ પહોંચી અને મુખ્યમંત્રી નાગદામાં રાત રોકાયા અને સવારે નાગદાથી ભોપાલ જવા માટે રવાના થયા. આ હુમલા બાદ રાજનીતિ ફરીથી ગરમાઈ કેમ કે મુખ્યમંત્રીના કાફલા પર આ બીજી વખત હુમલો થયો હતો. અગાઉ સિધીમાં મુખ્યમંત્રીના રથ પર પથ્થરમારો કરવાની સાથે જ કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા. પોલીસે આ સંબંધમાં મંગળવારે 2 લોકોની ધરપકડ કરી લીધી છે. બંને સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં રાજ્ય ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું કે કોંગ્રેસનો હાથ હોય તેવું કોઈ તથ્ય હજુ સુધી સમે નથી આવ્યું.

આ પણ વાંચો- લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા થર્ડ ફ્રન્ટને કોઇ સ્થાન નથીઃ શંકરસિંહ વાઘેલા

English summary
chief minister jan ashirwad yatra covay stone pelting case 2 arrested in ujjain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X