For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમના ચીન પર પ્રહાર, કહ્યું 'દગાબાજ દેશ છે ચીન'

|
Google Oneindia Gujarati News

લખનઉ, 4 જુલાઇ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે ચીન પર પ્રહાર કરતા કહ્યું કે ચીન એક દગાબાજ દેશ છે જેઓ દસ વર્ષથી લોકોને ચીનનની ચાલોથી ચેતવતા રહ્યા છે કારણ કે ચીન વિસ્તારવાદી અને સામ્રાજ્યવાદી દેશ છે.

યાદવે અત્રે પૂર્વ પ્રદેશ સપા અધ્યક્ષ દિવંગત રામશરણ દાસની જયન્તી પર આયોજિત સમારંભમાં કહ્યું કે વર્ષ 1962માં ચીનના વિશ્વાસઘાતનો ઉંડો આઘાત પંડિત જવાહર લાલ નેહરૂને લાગ્યો હતો.

યાદવે કહ્યું કે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકર દયાલ શર્માને ગઇ 4 ડિસેમ્બર 1992ના રોજ પત્ર આપીને ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જીદ ધ્વંસની સંભાવના વ્યક્ત કરી હતી અને આવી શંકા ત્યારે રાષ્ટ્રપતિને પણ હતી.

mulayam singh yadav
તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી વગર કેન્દ્રમાં સરકાર બનશે નહીં. તેમણે જણાવ્યું કે હવે વામદળ તથા અન્ય દળ પણ ત્રીજી શક્તિ અંગે વાતો કરવા લાગ્યા છે, જેમાં સૌથી મોટી શક્તિ સમાજવાદી પાર્ટી છે.

તેમણે કહ્યું કે રાજનીતિમાં સપાને સ્થાનીય પાર્ટી ગણાવનાર લોકો અણસમજુ છે. દેશના ઘણા પ્રદેશોની સરખામણીમાં ઉત્તરપ્રદેશ છે જ્યાં સપાની બહુમતની સરકાર છે. તેમણે કહ્યું કે દેશની જનતા લોકતંત્ર પ્રત્યે ઘણી જાગૃત છે.

English summary
China is deceitful country said mulayam singh yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X