ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને કેન્દ્ર સરકાર ઊંઘમાં છે-રાહુલ ગાંધી
રાહલુ ગાંધીએ રાજસ્થાનથી કેન્દ્ર સરકાર પર નિશાન સાઘ્યુ હતું. અહીં રાહુલ ગાંધીએ ચીનનો મુદ્ધો ઉઠાવ્યો હતો.
જયપુર : રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાઈ રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 100 દિવસ પુરા થઈ ગયા છે. રાહુલ ગાંધી યાત્રા સાથે રાજસ્થાન પહોંચ્યા છે. અહીં જયપુર પહોંચીને રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરી હતી. પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યુ છે અને ભારત સરકાર ઊંઘી રહી છે. અહીં રાહુલ ગાંધી બીજેપી પર પણ પ્રહારો કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, મારા શબ્દો લખી લો, એક દિવસ કોંગ્રેસ જ બીજેપીને નીચે ઉતારશે.
અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ વ્યવસ્થિત રીતે માનહાનિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાર્ટી સુકાઈ રહી છે તેવો વિચાર ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ એક વૈચારિક પક્ષ છે અને ફાસીવાદ સામે મજબૂત રીતે ઉભો છે.
અહીં રાહુલ ગાંધીએ મીડિયા પર પણ આડકતરી રીતે પ્રહાર કર્યો અને કહ્યું કે, મીડિયા રાજસ્થાનને લગતા દરેક સવાલ પૂછશે. સચિન પાયલોટ અને અશોક ગેહલોત સાથે સંબંધિત કોઈ પ્રશ્ન છોડશે નહીં, પરંતુ ચીન બાબતે કોઈ પ્રશ્ન નહીં પૂછે. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને સરકાર શાંતિથી સુઈ રહી છે.
અહીં વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસમાં કોઈ તાનાશાહી નથી અને પાર્ટી ફાંસીવાદી નથી. રાજસ્થાનમાં બબાલ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાર્ટીમાં કોઈ ભ્રમ નથી. અમારી પાર્ટીમાં ક્યારેક આવી વાતો થાય છે, આ કોઈ સમસ્યા નથી.












Click it and Unblock the Notifications
