ચીનની ચાલથી ભડક્યો વીઝા વિવાદ

જવાબમાં ભારતે પણ એવા વીઝા તૈયાર કર્યા છે, જેમાં આ પ્રદેશોને પોતાના વિસ્તારમાં બતાવ્યા છે. ચીન સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા ઇ-પાસપોર્ટના પેજ પર વોટરમાર્કમાં ચીનની આવી તસવીરો છપાઇ હતી. જેમાં અરૂણાચલ તેમજ એક્સાઇ ચિનને ચીનમાં દર્શાવવામાં આવ્યું છે.
આ મામલમાં વિદેશ મંત્રી સલમાન ખુર્શીદનું કહેવું છે કે 'અમે ચીનના આ પગલા સાથે મંજૂર નથી, અને આના માટે અમે પોતાની અસહમતી દર્શાવીએ છીએ.'
જ્યારે વિદેશ મંત્રાલયે મામલાને ટાળતા વીઝા મામલાને ઠંડા દિમાગથી અને તાર્કિક રીતે ઉકેલવાનો રાગ આલાપ્યો હતો. મંત્રાલયની પ્રવક્તાએ જણાવ્યું કે ચીનીઓ અને વિદેશીઓની આવન જાવનને સુઘડ બનાવવા ચીન બધા જ દેશોની સાથે સંપર્ક બનાવી રાખશે.












Click it and Unblock the Notifications
