For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉયકૉટથી બચવા માટે ચીની એપ TikTokનો નવો પ્લાન, લોગોમાં તિરંગો લગાવ્યો

બૉયકૉટથી બચવા માટે ચીની એપ TikTokનો નવો પ્લાન, લોગોમાં તિરંગો લગાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લદ્દાખણાં સીમા વિવાદ વચ્ચે ભારતીય જનતાએ સનાનો સાથ આપવા માટે નવી પહેલ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ચીની ઉત્પાદનો પર મોટા પાયે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલથી ચીની મોબાઇલ કંપનીઓ અને એપને પણ નુકસાન થયું છ. મોટા પાયે લોકો ટીકટૉક સહિત કેટલીય એપ્લિકેશન ફોનથી હટાવી રહ્યા છે. હવે આનાથી બચવા માટે ટિકટૉકે નવો પેંતરો અપનાવ્યો છે.

લોગો બદલી નાખ્યો

લોગો બદલી નાખ્યો

બહિષ્કારથી બચવા માટે ટિકટૉક ઇન્ડિયાએ ફેસબુક અને ટ્વિટર સહિત તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પોતાના લોગો બદલી કાઢ્યા છે. જે અંતર્ગત તણ મ્યૂજિક સિંબલની બાજુમાં નીચે તરફ તિરંગો ઝંડો લગાવી દીધો છે. એવામાં જો તમે ટિકટૉક વિશ નથી જાણતા તો તમને લાગશે કે આ ભારતીય કંપની છે. માનવમાં આવી રહ્યું છે કે ભારતીય યૂઝર્સની નારાજગીથી બચવા માટે તેમણે આવું પગલું ભર્યું છે. આ દિવસોમાં તેજીથી ટિકટૉકની રેટિંગ અને ડાઉનલૉડિંગ ઘટી છે. કેટલીય મટી હસ્તીઓએ પણ ટિકટૉક છોડવાનું એલાન કરી રાખ્યું છે.

RIP TikTokથી કોમેન્ટ બૉક્સ ભર્યું

RIP TikTokથી કોમેન્ટ બૉક્સ ભર્યું

ચાઇનીજ એપના નવા પેંતરાને ભારતીય યૂઝર્સ તરત સજી ગયા. ટિકટૉકે ફેસબુક પર પોતાની પ્રોફાઇલ ફોટો જેવી બદલીને નવો લોગો લગાવ્યો તેવી જ કોમેન્ટોનો ઢગલો થઇ ગયો. લોકોએ RIP TikTok લખી પોતાનો વિરોધ નોંધાવ્યો. લોકોએ કહ્યું કે ચીની કંપનીનો આ પેંતરો કામ નહિ કરે. જ્યાં સુધી ચીન સીમા પર પોતાની નાપાક હરકતો બંધ નહિ કરે ત્યાં સુધી ભારતમાં તેનો વિરોધ ચાલુ રહશે. ટ્વિટર પર પણ યૂઝર્સે ટિકટૉકને ભારે ખરીખોટી સંભળાવી છે.

બધી ચીની એપનો વિરોધ

બધી ચીની એપનો વિરોધ

મેના પહેલા અઠવાડિયામાં લદ્દાખ અને સિક્કિમમાં ચીની સૈનિકો સાથે ભારતીય જવાનોની અથડામણના સમાચાર આવ્યા હતા. જે તરત બાદ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ થયો. ટિકટૉક આનાથી બહુ પ્રભાવિત છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં તેના ડાઉનલોડિંગમાં 5 ટકાની ગિરાવટ આવી છે, જ્યારે જૂનમાં આ ગિરાવટ 38 ટકા સુધી પહોંચી ગઇ. ટિકટૉક વિરોધનો સામનો કરી રહેલી એકલી કંપની નથી. લોકો Bigo Live, Like, Helo, PUBGન પણ તેજીથી અનઇન્સ્ટોલ કરી રહ્યા છે. આ દરમિયાન રિમૂવ ચાઇનીજ એપ નામે એક એપ્લીકેશન પણ લૉન્ચ થઇ છે, જે તમારા ફોનમાંથી ચીની એપને ડિલીટ કરી દેશે.

રવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયારવિવારે ઇંગ્લન્ડ જવા રવાના થશે પાકિસ્તાની ટીમ, 10માંથી 6 કોરોના પોઝિટિવ સાજા થયા

English summary
Chinese app TikTok's new plan to avoid boycott, replace profile pic with indian flag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X