ગલવાનમાં ઝડપ બાદ પહેલી વખત ચીનના રક્ષા મંત્રી ભારતની મુલાકાતે, રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે
છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત ઝડપ ચાલી રહી છે. હવે ગલવાનમાં ઝડપ થયા બાદ પહેલી વખત ચીનના વિદેશમંત્રી ભારતની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમની રાજનાથસિંહ સાથે મુલાકાત થશે.
ચીનના રક્ષા મંત્રી જનરલ લી શાંગફુ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રક્ષા મંત્રીઓની બેઠક માટે દિલ્હી પહોંચ્યા છે. આ બેઠક 28 એપ્રિલે યોજાશે. ગલવાનમાં હિંસા પછી આ પ્રથમ વખત છે જ્યારે ચીનના રક્ષામંત્રી ભારત આવ્યા છે.

બેઠક પહેલા જનરલ લી શાંગફુ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થશે. રાજનાથ સિંહ અને લી શાંગફૂ વચ્ચે બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે. ગયા અઠવાડિયે ભારત અને ચીન વચ્ચે 18મી સૈન્ય સ્તરની બેઠક યોજાઈ હતી.
આ બેઠક પૂર્વ લદ્દાખના ચુસુલ-મોલ્ડો ખાતે યોજાઈ હતી. બંને પક્ષો એ વાત પર સહમત થયા હતા કે સરહદ પર આગામી દિવસોમાં ટકરાવ ન થાય તે માટે એકબીજા વચ્ચે વિશ્વાસ વધારવા પ્રયાસો કરાશે. જો કે આ બેઠક પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ડેપસાંગ મેદાનો અને ડી-એસ્કેલેશનના વિવાદાસ્પદ મુદ્દે નિષ્ફળ રહી હતી.
આ સિવાય ચીનના રક્ષા મંત્રી તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ શોઇગુને પણ મળી શકે છે. રશિયાના રક્ષા મંત્રીએ છેલ્લે ભારત-રશિયા મંત્રી સ્તરીય સંવાદ માટે ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાત લીધી હતી.












Click it and Unblock the Notifications
