IIMsના વિદ્યાર્થીઓમાં ચાઇનીઝ ભાષા શીખવાનો ક્રેઝ

iim-a
નવી દિલ્હી, 17 મે : આઈઆઈએમ્સમાં ચાઈનીઝ ભાષા મંદારિનનો કોર્સ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યો છે. આઈઆઈએમ બેંગલુરુના જણાવ્યા મુજબ ભારત અને ચીન બંને દેશ આર્થિક ક્ષેત્રમાં એક બીજાનો મુકાબલો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ ચીનને નજરઅંદાજ ન કરી શકે. આ સંસ્થામાં લેંગ્વેજ કોર્સ બિઝનેસ ચાઈનીઝના પ્રોફેસર એસ. સ્વામીનાથને જણાવ્યું કે આપણા બિઝનેસનું ભવિષ્ય ચીનની સાથે છે જો આપણે ગ્લોબલ લેવલ પર આપણી છાપ છોડવી હશે તો ચીનની અવગણના ચાલશે નહીં.

ચાઈનીઝ બિઝનેસ કોર્સ હેઠળ વિદ્યાર્થીઓને મંદારિનના 550 શબ્દો શીખવવામાં આવે છે, જેથી આ ભાષામાં રોજિંદી વાતચીત થઈ શકે. આ કોર્સમાં ઉચ્ચારણ પર ખૂબ જ ભાર અપાય છે. આ ભાષાનો અભ્યાસ પિનયિન મિડિયમ દ્વારા થાય છે. પીનયિન હેઠળ રોમન દ્વારા ચાઈનીઝ શીખવવામાં આવે છે.

પ્રોફેસર સ્વામિનાથને જણાવ્યું કે આપણે ચીનના ઈકોનોમી ગ્રોથ મોડલમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. તેનાથી આપણને ગ્લોબલ માર્કેટમાં અન્યનો મુકાબલો કરવામાં મદદ મળશે. પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા અને મ્યાનામારની ઈકોનોમીમાં ચીનની મહત્ત્વની ભાગીદારી છે જ્યારે આપણે આ બાબતમાં સુસ્ત રહ્યાં છીએ. મંદારિનને પહેલીવાર 2011-13 બેન્ચના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ યરમાં શરૂ કરાયો. આ લેટર ગ્રેડિંગ કોર્સ છે. અહીં પ્રોફેસર એક્સિલન્ડ, ગુડ અને અનસેટિસ્ફેક્ટરી જેવા ગ્રેડ આપે છે.

તેના સ્કોર સ્ટુડન્ટના ક્યુમુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજમાં જોડવામાં આવે છે. સ્વામિનાથને જણાવ્યું કે 2013 બેન્ચના કુલ 381 વિદ્યાર્થીઓમાંથી લગભગ 44 વિદ્યાર્થીઓએ મંદારિન કોર્સમાં એડ્મિશન લીધું છે. 2012-14ના સેકન્ડ યરના સ્ટુડન્ટને પણ હજુ પાંચમું સેમેસ્ટર ઈલેક્ટિવ પસંદ કરવાનું બાકી છે. આ વર્ષના આંકડા ઉપલબ્ધ નથી. આઈઆઈએમ અમદાવાદે પણ પાંચમાં સેમેસ્ટરમાં મંદારિનને સામેલ કરી છે. આઈઆઈએમ કોલકાતાએ ફ્રેન્ચ, સ્પેનિશ કે જર્મનીની સાથે મંદારિનનો કોર્સ પણ ઓફર કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X