For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે, સીમા મુદ્દે થશે ચર્ચા

|
Google Oneindia Gujarati News

li kegiang
નવી દિલ્હી, 19 મે : વિશ્લેષકોએ શનિવારે અત્રે જણાવ્યું કે રવિવારે શરૂ થઇ રહેલી ચીની પ્રધાનમંત્રી લી ક્વિંગના ભારત પ્રવાસ પર વ્યાપાર વધારવા ઉપરાંત સીમા વિવાદ પર ચર્ચા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમનું કહેવું છે કે આ સીમા વિવાદને ઉકેલવાના મામલામાં ભલે મહત્વપૂર્ણ મુલાકાત ના હોય, પરંતુ આ મુદ્દાને ઝડપથી ઉકેલવા અને સંબંધોમાં સુધાર પર ભાર આપવાની જરૂર છે.

ચાઇના નેશનલ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના નિર્દેશક અને જાણિતા ચાઇનીઝ કરેન્ટ અફેયર્સ કમેન્ટેટર વિક્ટર ગાઓ ઝિકાઇએ કહ્યું કે ચીને રશિયા સહિત પોતાના 14 પડોશીઓમાંથી 13ની સાથે સીમા વિવાદને ઉકેલી લીધો છે, માત્ર ભારતની સાથે જ તેનો વિવાદ ચાલી રહ્યો છે. ચીન અને ભારતે આ મુદ્દાને ઉકેલવા માટે આગળ આવવું જોઇએ. આ બ્રિટિશ સત્તા તરફથી વિરાસતમાં મળેલી સમસ્યા છે.

મોટા ઉદ્યોગ પ્રતિનિધિમંડળની સાથે આજે ભારત પ્રવાસ પર આવી રહેલા લી નવી દિલ્હીની સાથે સાથે મુંબઇ પણ આવશે. પોતાના પ્રવાસ પર લી બંને દેશોના પહેલા સીઇઓ ફોરમને સંબોધિત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા દ્વિપક્ષીય વ્યાપારને પ્રોત્સાહિત કરવા ઉઠાવવામાં આવેલ પગલાઓ અને લગભગ 30 અરબ ડોલરના વ્યાપાર નુકસાનને ઘટાડવા માટે ભારતીય ઉત્પાદનોને ચીનના બજારમાં અને અન્ય જગ્યાએ આપવાની કોશિશોના સંબંધમાં જાહેરાત કરવાની સંભાવના છે.

ચીનના ઉદારવાદી નેતા તેંગ શ્યાવફિંગના અનુવાદક રહી ચૂકેલા ગાઓનું કહેવું છે કે અહીં સુધી બેઇજીંગ વિયતનામની સાથે પણ જમીન સીમા વિવાદને ઉકેલવામાં સફળ રહ્યો છે, જોકે દક્ષિણ ચીન સાગરમાં સ્થિત દ્વિપોના સંબંધમાં બંનેની વચ્ચે હજી પણ વિવાદ છે.

English summary
All issues would be on the table, including the India-China boundary question, when Chinese Premier Li Keqiang meets Prime Minister Manmohan Singh here Sunday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X