ભારત માટે ખતરો બની રહ્યુ છે ચીન, 19 કિમી સુધી કરી ઘુષણખોરી

india-china-army
નવી દિલ્હી, 27 એપ્રિલઃ રક્ષા મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે રક્ષા સંબંધી સંસદીય સમિતિને જણાવ્યું કે, ચીનની સેના જમ્મૂ કાશ્મિરના લદાખ ક્ષેત્રમાં ભારતીય સરહદમાં 19 કિમી અંદર સુદી આવી ગઇ છે. એટલું જ નહીં ચીન સેના તંબુ લગાવીને ત્યાં પોતાની ચોકી બનાવી ચૂકી છે. જો કે, અધિક માહિતી પ્રાપ્ત નહીં હોવાના કારણે સમિતિના સભ્યોએ અસંતોષ પણ જતાવ્યો છે. બીજી તરફ રક્ષામંત્રી એક એન્ટોનીએ વિવાદનું નિરાકરણ લાવવાની આશા વ્યક્ત કરતા કહ્યું કે, ઉકેલ કાઢવા માટે ચીન સાથે અનેક સ્તર પર વાતચીત ચાલી રહી છે.

નોંઘનીય છે કે, રક્ષા સંબંધી સમિતિએ શુક્રવારે મળેલી બેઠકમાં મંત્રાલયના અધિકારીઓને ચીન ઘુષણખોરીને લઇને જવાબ આપ્યો હતો. સ્થિતિની સંપૂર્ણ જાણકારી નહીં મળતા અસંતુષ્ઠ સમિતિ સભ્યોએ મામલા પર જવાબ આપવા માટે મંત્રાલયના અધિકારીઓને 30 એપ્રિલને ફરીથી બોલાવ્યા છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે ગત 16 એપ્રિલે ભારતીય સીમા દળે ચીની સેનાએ ટેન્ટ લગાવીને ચોકી બનાવી હોવાની માહિતી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ચીની ચેનાએ પોતાના ટેન્ટ લદાખની દિપસાંગ વિસ્તારમાં દોલત બેગ ઓલ્ડી નજીક બનાવ્યા છે. સાથે જ અધિકારીઓએ જણાવ્યું કે, આ મુદ્દાને બન્ને દેશો વચ્ચેની ફ્લેગ મીટિંગમાં ઉઠાવવામાં આવ્યો છે અને રાજકિય સ્તર પર એ વાતનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સીમા પર યથાસ્થિતિ બની રહે. નોંધનીય છે કે, ચીન ટેન્ટ 19962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલી દૌલત બેગ ઓલ્ડીની હવાઇ પટ્ટી નજીક છે. ભારતીય વાયુસેનાને હાલ આ પટ્ટીમાં મોટા વિમાનોનું સંચાલન કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X