કાકાની બગાવત બાદ હવે બિહારમાં 'આશિર્વાદ યાત્રા' કાઢશે ચિરાગ

કાકાની બગાવત બાદ હવે બિહારમાં 'આશિર્વાદ યાત્રા' કાઢશે ચિરાગ

સ્વર્ગીય રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ કુમાર પારસે હાલમાં જ જન લોકશક્તિ પાર્ટીને સંપૂર્ણપણે પોતાના કબ્જામાં લઈ લીધી હતી. સાથે જ તે પાર્ટીના સંસદીય દળના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બની ગયા. જે બાદ તેમના ભત્રીજા ચિરાગ પાસવાને પણ મોર્ચો ખોલી દીધો. સાથે જ કાકાના ખેમા વિરુદ્ધ લૉબિંગ શરૂ કરી દીધું. આવી જ રીતે દિલ્હીમાં રવિવારે એલજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે તેમની બેઠક થઈ. જેમાં પશુપતિ પારસના અધ્યક્ષ બનવાની પ્રક્રિયાને અસંવૈધાનિક જણાવવામાં આવી.

chirag paswan

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ચિરાગે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વધુ સભ્ય હાજર હતા. તમામે સસ્પેન્ડેડ નેતાઓ દ્વારા પાર્ટીના ચિહ્ન અને નામના ઉપયોગને ખોટું ગણાવ્યું. આ ઉપરાંત બેઠકમાં રામવિલાસ પાસનને ભારત રત્ન આપવા અને તેમની એક વિશાળ પ્રતિમા બિહારમાં સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી. ચિરાગે આગળ કહ્યું કે મારા પિતાની જયંતી 5 જુલાઈએ આવે છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી, માટે તેમણે 5 જુલાઈથી હાજીપુરથી આશિર્વાદ યાત્રા કાઢવાનો ફેસલો લીધો છે. આ યાત્રા બિહારના તમામ જિલ્લામાંથી પસાર થશે, કેમ કે તેમને લોકોના પ્રેમ અને આશિર્વાદની જરૂરત છે.

કાકા શું કહી રહ્યા છે?

જણાવી દઈએ કે આ બધો ખેલ કેન્દ્રીય મંત્રિમંડળમાં જગ્યા મેળવવાનો છે, કેમ કે રામવિલાસ પાસવાનના નિધન બાદથી એલજેપીનો ક્વોટા ખાલી છે. હાલમાં જ મીડિયા સાથે વાત કરતા પશુપતિ પારસે કહ્યું હતું કે ચિરાગ હવે અધ્યક્ષ નથી રહી ગયા. રાષ્ટ્રીય કાર્યકારિણીએ તેમને પસંદ કર્યા છે, તેમની પાસે ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર પણ છે. એવામાં તેઓ ચૂંટણી પંચને બધા સબૂત સોંપશે. જ્યારે કેન્દ્રીય મંત્રિમંડળમા કોને જગ્યા મળવાની છે તે વાત વડાપ્રધાન મોદી ખુદ નક્કી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X